રાજકોટ-ભાવનગર રોડ પર બોલેરો કાર 40 ફૂટ ઊંચેથી ઊંધા માથે ખાબકી, મકાન વિભાગના અધિકારી અને ડ્રાઇવરનું મોત

Rajkot-Bhavnagar Road Accident: માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ ભાવનગરથી પરત ફરતી વખતે, રાજકોટ-ભાવનગર રોડ પર મહિકા પાસે અકસ્માત (Rajkot-Bhavnagar Road Accident) થયો હતો. અધિકારીની બોલેરો કાર પુલથી 40 ફૂટ નીચે પડી ગઈ અને પલટી ગઈ. જે બાદ રોડ અને બિલ્ડિંગ વિભાગના અધિકારી અને કારમાં મુસાફરી કરી રહેલા ડ્રાઇવરનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

જો કે આ અકસ્માતના હચમચાવી નાખતા દ્રશ્યો સામે આવ્યા છે. આ ઘટનાની જાણ થતા જ ત્યાંથી આસપાસ લોકોનું ટોળું એકત્ર થઇ ગયું હતું.બાદમાં ઘટના અંગે પોલીસ તથા 108ની ટીમને જાણ કરવામાં આવી હતી.ત્યારે પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.

રાજકોટ-ભાવનગર હાઇવે પર મહિકા ગામ નજીક વિઠ્ઠલવાવ ગૌશાળા પાસે એક બોલેરો કાર રોડ ડિવાઇડર તોડીને 10 ફૂટ નીચે નાળામાં પડી ગઈ. આ અકસ્માત રાત્રે 11 વાગ્યાની આસપાસ થયો અને કાર નીચે ગટરમાં પડી ગઈ. આજે સવારે કોઈએ પોલીસ અને ફાયર વિભાગને જાણ કરી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે લઈ જવામાં આવ્યો.

ચંપક છાનજી પટેલ છેલ્લા ત્રણ વર્ષથી રાજકોટમાં મિકેનિકલ એન્જિનિયર તરીકે કામ કરતા હતા અને ગઈકાલે તેઓ કોઈ બીજા કામ માટે ભાવનગર ગયા હતા. જ્યાંથી રાત્રે પરત ફરતી વખતે અકસ્માત થયો હતો. શરૂઆતની તપાસમાં જાણવા મળ્યું છે કે વળાંકને કારણે ડ્રાઇવરે કાર પરનો કાબુ ગુમાવ્યો હતો અને કાર પલટી ગઈ હતી.