હાલમાં બોલીવુડ ફિલ્મજગતમાંથી એક સમાચાર સામે આવ્યા છે. સમગ્ર દેશને એક તાંતણે જોડનાર લોખંડીપુરુષ સરદાર વલ્લભભાઇ પટેલનું સ્ટેચ્યુ ભારતની એકતાનું પ્રતિક બન્યું છે ત્યારે PM નરેન્દ્ર મોદીનાં આહવાનથી રાષ્ટ્રીય એકતા દિનનાં રોજ દર વર્ષે ‘રન ફોર યુનિટી’નું આયોજન સમગ્ર દેશમાં કરવામાં આવે છે.
PM મોદીનાં આહ્વાનથી પ્રેરીત થઇને અભિનેતા તથા મોડલ મિલિંદ સોમન એકતાના સંદેશ સાથે શિવાજી પાર્ક, મુંબઇથી 8 દિવસમાં કુલ 450 કિમીનું અંતર દોડીને સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી પહોંચશે. વલસાડથી લઈને નર્મદા જીલ્લા સુધી તમામ જીલ્લા કલેકટર મિલિંદ સોમનનું સ્વાગત કરવામાં આવ્યું છે. નર્મદા જિલ્લા વહીવટીતંત્ર પણ જિલ્લાનાં પ્રતાપનગરમાં સ્વાગત કરશે.
મિલિંદ સોમન એક પ્રખ્યાત ફિલ્મ કલાકાર છે તેમજ દેશભક્તિથી ભરપુર કેટલીક ફિલ્મોમાં અગત્યની ભુમિકા ભજવી છે ત્યારે PM મોદીનાં સ્વપ્ન “ફીટ ઇન્ડીયા” તથા “સ્વસ્થ ભારત”નાં સંદેશને ભારતમાં ફેલાવી રહ્યો છે. મિલિંદ સોમન તેની પત્ની તેમજ 8 સભ્યોની ટીમ સાથે ગત તા. 15 ઓગસ્ટથી શિવાજી પાર્ક મુંબઇથી પ્રતિદિન 50 કીમી દોડ શરૂ કરી દીધી છે.
આની સાથે જ આગામી 22 ઓગસ્ટનાં રોજ સાંજે 4 કલાકે સ્ટેચ્યુ ઓફ યુનિટી પહોંચી જશે. આ યાત્રા દરમ્યાન વલસાડથી લઈને નર્મદા જિલ્લા સુધી તમામ જીલ્લાની બોર્ડર પર જીલ્લા વહીવટીતંત્ર મિલિંદ સોમનનું સ્વાગત કરવામાં આવશે. નર્મદા જીલ્લામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ તેમજ પ્રવાસન સત્તામંડળ તથા જીલ્લા વહીવટીતંત્ર દ્વારા સ્વાગતની તૈયારીઓ કરવામાં આવી રહીં છે.
મિલિંદ સોમનનો કાર્યક્રમ:
21 ઓગસ્ટનાં રોજ 4:20 વાગ્યે પ્રતાપનગર જિલ્લા વહીવટીતંત્ર સ્વાગત કરશે. જયારે 7:00 વાગ્યે ધારીખેડા નર્મદા સુગર, આમલેથા, પોલીસ અને ગામ આગેવાન સ્વાગત કરશે. 22 ઓગસ્ટનાં રોજ 9.30 વાગ્યે વિજય ચોક, રાજપીપળાના પાલિકા પ્રમુખ કુલદીપસિંહ ગોહિલ તથા પાલિકાની ટીમ દ્વારા સ્વાગત કરવામાં આવશે.
જયારે 9.45 વાગ્યે આંબેડકર ચોક, રાજપીપળા વૈષ્ણવ વણીક સમાજ દ્વારા સ્વાગત કરાશે. જયારે 10.10 વાગ્યે સંતોષ ચાર રસ્તા, રાજપીપળા, રોટરી ઇન્ટરનેશનલ કલબ દ્વારા સ્વાગત કરવામાં આવશે. 10.30 વાગ્યે ગાંધી ચોક, રાજપીપળા યુનિયન બેંક ઓફ ઇન્ડિયા રાજપીપળા દ્વારા સ્વાગત કરવામાં આવશે.\
12.30 વાગ્યે ગોપાલપુરા સમસ્ત ગામ દ્વારા સ્વાગત કરાશે. જયારે 1.30 વાગ્યે ફુલવાડી સમસ્ત ગામ દ્વારા સ્વાગત કરાશે. 4.00 વાગ્યે ગોરા મુખ્ય કારોબારી અધિકારી, SOUADTGA દ્વારા સ્વાગત કરાશે. 4.30 વાગ્યે વાગડીયા જનરલ મેનેજર, યુનિયન બેંક ઓફ ઇન્ડિયા સ્વાગત કરશે. 5:00 વાગ્યે સ્ટેચ્યૂ ઓફ યુનિટી પર પહોંચી જશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.