કિયારા સિદ્ધાર્થ બાદ વધુ એક બૉલીવુડના ફેમસ કપલના ઘરે વાગશે શરણાઈના સૂર- ડેટિંગની ખબર વચ્ચે ઘરેથી મળી લીલીઝંડી

આ દિવસોમાં આદિત્ય રોય કપૂર અને અનન્યા પાંડે તેમની પ્રોફેશનલ લાઈફ કરતાં તેમની પર્સનલ લાઈફને લઈને વધુ ચર્ચામાં છે. જો કે બંનેના ફેન્સ તેમના દરેક…

આ દિવસોમાં આદિત્ય રોય કપૂર અને અનન્યા પાંડે તેમની પ્રોફેશનલ લાઈફ કરતાં તેમની પર્સનલ લાઈફને લઈને વધુ ચર્ચામાં છે. જો કે બંનેના ફેન્સ તેમના દરેક અપડેટ પર નજર રાખે છે કે ક્યારે કોઈ નવી અપડેટ સામે આવે છે. હવે એવી અટકળો ચાલી રહી છે કે બંને એકબીજાને ડેટ કરી રહ્યાં છે. દરમિયાન, આ અફવાવાળા કપલ વિશે એક મોટું અપડેટ આવ્યું છે. ચાહકો તો બંનેના લગ્નની વાતો પણ કરી રહ્યા છે. બંને આ દિવસોમાં લાઈમલાઈટમાં છે.

બોલિવૂડની સુંદર અભિનેત્રી અનન્યા પાંડે અને આદિત્ય રોય કપૂરના લવ અફેરની ચર્ચા ઘણા સમયથી બોલિવૂડ કોરિડોરમાં થઈ રહી છે. ભૂતકાળમાં બંનેને એકસાથે રેમ્પ વોક કરતા પણ જોવામાં આવ્યા હતા, ત્યારપછી એવા અહેવાલો આવવા લાગ્યા હતા કે, આદિત્ય અને અનન્યા આ રીતે પોતાના સંબંધોને સાર્વજનિક કરવાની તૈયારી કરી રહ્યા છે. જોકે, હવે બંનેમાંથી કોઈએ પણ આ સંબંધ અંગે ખુલીને પ્રતિક્રિયા આપી નથી. પરંતુ બંને ઘણી જગ્યાએ સાથે જોવા મળે છે. હવે જો મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો બંનેના પરિવારજનોએ પણ આ સંબંધને લીલી ઝંડી આપી દીધી છે.

આ પહેલા પણ ઘણી અભિનેત્રીઓ સાથે જોડાઈ ચૂક્યું છે આદિત્યનું નામ 
ભલે આદિત્ય રોય કપૂર આ દિવસોમાં અનન્યા પાંડે સાથેના સંબંધોને લઈને ચર્ચામાં છે. પરંતુ આ પહેલા પણ તેનું નામ ઘણી અભિનેત્રીઓ સાથે જોડાઈ ચૂક્યું છે. આ પહેલા આદિત્ય રોય કપૂરનું નામ તેની હિટ ફિલ્મ આશિકી 2ની આરોહી એટલે કે શ્રદ્ધા કપૂર સાથે પણ જોડાઈ ચૂક્યું છે. આ ફિલ્મ પછી તેમના અફેરના સમાચાર પણ સામે આવ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Ananya 💛💫 (@ananyapanday)

જોકે, એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આદિત્ય રોય કપૂર અને અનન્યા પાંડે આખરે ડેટ કરી રહ્યાં છે. ભૂતકાળમાં, ચાહકોએ બંનેને ઘણી વખત સાથે સ્પોટ કર્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે બંનેનો પ્રેમ એક પાર્ટીથી શરૂ થયો હતો. આદિત્યએ ઈન્સ્ટાગ્રામ દ્વારા લોકોને એક હિંટ પણ આપી છે કે તે અનન્યા પાંડે સાથે રિલેશનશિપમાં છે.

ફિલ્મ ઈન્ડસ્ટ્રીના એક સૂત્રએ બોલિવૂડ લાઈફને જણાવ્યું કે, “અનન્યા અને આદિત્ય એકબીજા પ્રત્યે ખૂબ જ ગંભીર છે. બંનેના પરિવારજનોએ પણ તેમના સંબંધોને લીલી ઝંડી આપી દીધી છે. આદિત્ય-અનન્યા ટૂંક સમયમાં તેમના સંબંધોને લઈને એક પગલું આગળ વધારવા માંગે છે.

ચાહકો અનુમાન લગાવી રહ્યા છે કે બંને જલ્દી લગ્ન કરવા જઈ રહ્યા છે. જ્યારે સૂત્રનું કહેવું છે કે, તેને ઉતાવળ નથી. અને બંને એકબીજાને સમય આપવા માંગે છે. આ બંને જલ્દી જ સાથે વેકેશન પર જઈ શકે છે. અનન્યા અને આદિત્ય આ સંબંધને થોડો વધુ સમય આપવા માંગે છે. આવનારા સમયમાં જલ્દી જ બંને પોતાના પ્રેમનો ઈઝહાર કરીને લોકોને ચોંકાવી શકે છે.

આદિત્યની એક્ટિંગ કરિયરની વાત કરીએ તો તે છેલ્લે ક્રાઈમ-થ્રિલર વેબ સિરીઝ ‘ધ નાઈટ મેનેજર’માં જોવા મળ્યો હતો. આ સિરીઝમાં આદિત્ય રોય કપૂર સાથે અનિલ કપૂર પણ મહત્વના રોલમાં જોવા મળ્યો હતો. ટૂંક સમયમાં તે તેની આગામી ફિલ્મ ‘ગુમરાહ’માં જોવા મળશે. બીજી તરફ અનન્યા પાંડે ટૂંક સમયમાં ડ્રીમ ગર્લ 2 માં જોવા મળશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *