લોકસભા ઈલેક્શન 2019: જાણો ક્યા ક્યા બોલિવૂડ સેલિબ્રિટીઓએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો

Published on: 6:34 am, Tue, 30 April 19

લોકસભા ચૂંટણીના ચોથા તબક્કા માટે 9 રાજ્યોની 72 બેઠકો પર મતદાન થયું હતું. સરેરાશ 64 ટકા મતદાન થયું છે. પશ્ચિમ બંગાળમાં સરેરાશ 76.44 ટકા મતદાન થયું છે.  મુંબઈમાં સવારથી સેલિબ્રિટી મતદાન કરતા જોવા મળ્યા હતા. મુંબઈમાં એક્ટ્રેસ રેખા, પ્રિયંકા ચોપરા, ઉર્મિલા માતોંડકર, બચ્ચન પરિવારે મતદાન કર્યું હતું. આ ઉપરાંત આરબીઆઇના ગવર્નર શક્તિકાંતા દાસ, ઉદ્યોગપતિ અનિલ અંબાણીએ પણ મતદાન કર્યું હતું. જેમાં મહારાષ્ટ્રની 9 સીટો પર વોટિંગ થઇ રહ્યું છે. દેશની આર્થિક રાજધાની મુંબઈમાં આજે આમ આદમીથી લઇ બોલિવુડ સેલિબ્રિટી, ક્રિકેટરો, રાજકીય હસ્તીઓએ વોટિંગ કર્યું હતું.

બચ્ચન પરિવાર પણમત દાન કરવા માટે પહોચી ગયા હતા. અને પોતે હિન્દુસ્તાની હોવાનો ધર્મ નિભાવી રહ્યા હતા.

બૉલીવુડ ના સુપરસ્ટાર રણવીર સિંહ અને પ્રિયંકા ચોપરા એ પણ મતદાન ને પોતાનો જન્મ સિદ્ધ અધિકાર મણિ ને મતદાન કરવા પહોંચી ગયા હતા.

સાથે સાથે જ બોલીવુડના દિગ્ગજ કલાકારો આમિર ખાન, ટાઇગર અને વરુણ ધવન પણ મતદાન આપવા માટે આવ્યા હતા.