રિયા ચક્રવર્તીના (Rhea Chakraborty) વકીલ સતિષ માનેશીદે જણાવ્યું હતું કે, રિયાએ જેલમાં પોતાનો સમય કેવી રીતે પસાર કર્યો. અને તેની દિનચર્યા કેવી હતી અને તે જેલમાં શું શું કરતી હતી. તેના વિશે જાણકારી આપી છે.
‘સુશાંતસિંહ રાજપૂત કેસ’ (Sushant Singh Rajput Case) માં ડ્રગસ થી જોડાયેલા ધટના અંગે ધરપકડ થયા બાદ રીયા ચક્રવતીને બોમ્બે હાઈકોર્ટ દ્વારા જમાંનત આપી હતી અને ત્યારબાદ રીયા ચક્રવર્તી બુધવારે જેલમાંથી છૂટી ગઈ હતી. જેલમાં 28 દિવસ જેલમાં રહ્યા પછી તે પોતાના ઘરે પહોંચી હતી. હવે સૌ કોઈ જાણવા ઈચ્છે છે કે, રીયાએ 28 દિવસ જેલ માં કેવી રીતે પસાર કર્યા.
એક ખાનગી મીડિયા સાથેની વાતચીતમાં સતિષ માનશિંદે રીયાને ‘બંગાળની વાઘણ’ તરીકે ગણાવી હતી. તેણે કહ્યું કે, તે જેલમાં હતી ત્યારે રિયાએ પોતાને ખૂબ જ સકારાત્મક રાખવાનો પ્રયત્ન કર્યો છે અને હવે બહાર આવ્યા બાદ તે પોતાની છવીને ઠીક કરવા માટે લડશે.
તેણે જણાવ્યું કે, તે જેલના કેદીઓ માટે તે યોગના વર્ગ ચલાવતી હતી. તે જેલમાં કેદીઓને યોગ શીખવતી હતી. તેણે જેલના અનુસાર, પોતાને પરિવર્તિત કરી લીધી હતી. કોરોના મહામારીને લીધે તેઓ ઘરેલું ભોજન પણ મેળવી શકી નહોતી. તેથી તેણે જેલના ભોજનની પણ ટેવ પાડી હતી. તે સામાન્ય મહિલાની જેમ જ કેદીઓ સાથે રહેતી હતી.
સતિષ માનશિંદેએ કહ્યું કે, “તે એક આર્મીના જવાનની દીકરી હોવાથી તેણે યુદ્ધ જેવી પરિસ્થિતિઓનો સામનો કર્યો છે અને હવે તે કોઈ પણ વ્યક્તિ નો સામનો કરી શકે એમ છે.અને હવે તે તેના પર આરોપ લગાવવાળા અને તેમના હિતોને નુકસાન પહોંચાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે તેનો સામનો કરવા માટે પણ તૈયાર છે.”
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle