સમગ્ર દેશમાં કોરોના વાયરસના કારણે જનતા કફર્યુ છે, તેમ છતાં શાહીનબાગમાં બોમ્બથી હુમલો. જાણો વિગતે

દિલ્લીમાં છેલ્લા કેટલાક દિવસોથી શાહિનબાગમાં નાગરિકતા સુધારણા કાયદાનો ધરણા પણ બેસીને વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. ત્યારે વિરોધ પ્રદર્શન કરી રહેલા પ્રદર્શનકારીઓએ આક્ષેપ કર્યો…

દિલ્લીમાં છેલ્લા કેટલાક દિવસોથી શાહિનબાગમાં નાગરિકતા સુધારણા કાયદાનો ધરણા પણ બેસીને વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. ત્યારે વિરોધ પ્રદર્શન કરી રહેલા પ્રદર્શનકારીઓએ આક્ષેપ કર્યો છે કે રવિવારે બંધ રોડ પર પેટ્રોલ બોમ્બથી હુમલો કરવામાં આવ્યો છે. હાલમાં બોમ્બ ફેકનારની ઓળખ થઈ શકી નથી. તમને જણાવી દઈએ કે શાહીન બાગમાં છેલ્લા ચાર મહિનાઓથી મહિલાઓ નાગરિકતા સંશોધન કાયદા (CAA)ને લઈને ધરણા પ્રદર્શન કરવા બેઠી છે. જ્યાં પેટ્રોલ બોમ્બથી હુમલો થયો છે આ સાથે જ ઘટના સ્થળથી અડધો ડઝન બોટલો પણ જપ્ત કરી છે. કેટલીક તસવીરો પણ સામે આવી છે જેમાં જોવા મળી રહ્યું છે કે, રોડ પર આગ લાગી રહી છે. કોરોના વાયરસની સ્થિતિમાં પણ શાહીબાગમાં લોકો પ્રદર્શન કરી રહ્યા છે.

 

રવિવારની સવારે લગભગ 9:30 કલાકે એક અજાણ્યા વ્યક્તિએ ધરણા સ્થળ પર પેટ્રોલ બોમ્બથી હુમલો કર્યો હતો. આ સાથે જ પોલીસે ધરણા સ્થળ પરથી 5-6 પેટ્રોલ બોમ્બની બોટલો જપ્ત કરી છે. શાહીન બાગમાં બેરિકેટ પર પેટ્રોલ બોમ્બ ફેકવા સિવાય અંદર કોલોનીમાં પણ બોટલ ફેંકવામાં આવી હતી જે સળગી નહોતી. પછી જામિયા યુનિવર્સિટીના ગેટ નંબર 6 પાસે પણ બોટલ ફેંકવામાં આવી હતી. ત્યાં ગોળી પણ મળી છે પરંતુ હાલમાં ગોળીની વાતની પોલીસે પૃષ્ટિ કરી નથી.

પ્રદર્શનકારીઓએ જણાવ્યું હતું કે, કોરોના વાયરસ મહામારીની વધી રહેલી સમસ્યાને કારણે રવિવારે અહિંયા આવનારા પ્રદર્શકારી માત્ર ચાર કલાક જ પ્રદર્શન સ્થળ પર બેસી શકશે. ત્યારબાદ તે ત્યાંથી જતો રહેશે. પ્રદર્શનકારીઓના બે જૂથ વચ્ચે પણ ફાટફૂટ પડી છે અને બન્ને જૂથોમાં ઘર્ષણ જોવા મળ્યું હતું.

મળતી માહિતી અનુસાર, શાહીન બાગમાં જનતા કફર્યુ દરમિયાન ધરણાસ્થળ પર માઈકથી કોઈપણ જાહેરાત કરાશે નહીં. પ્રદર્શનકારીઓએ પણ નિર્ણય લીધો છે કે, ધરણાસ્થળ પર બાળકો અને વૃદ્ધ હાજર રહેશે નહીં અને વિરોધ પ્રદર્શન શાંતિપૂર્ણ રીતે થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *