સુરત(ગુજરાત): સુરત ક્રાઈમ બ્રાન્ચે ઓલપાડના ફુરસદ ગામમાંથી પકડાયેલો 415 પેટી વીદેશી દારૂના કેસમાં વોન્ટેડ લીસ્ટેડ બુટલેગરને કૈલાશ મારવાડીની ધડપકડ કરીને આગળની તપાસ શરુ કરી છે. 7 મહિના પહેલા LCBએ રૂપિયા 19,57,200નો વિદેશી દારૂનો મોટો જથ્થો પણ પકડી પાડ્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે, તે સમયે કૈલાશ મારવાડી પોલીસના કબજામાંથી ફરાર થઇ ગયો હતો. ક્રાઈમ બ્રાન્ચે તેને આજે વરિયાવ પાસેથી ધડપકડ કરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, આરોપી કૈલાશ ઉર્ફે કૈલાશ મારવાડી ઉર્ફે ભેલાલ હીરાલાલ શર્મા દક્ષિણ ગુજરાતના 21 પોલોસ સ્ટેશનના ગુનામાં વોન્ટેડ છે.
ક્રાઈમ બ્રાન્ચના જણાવ્યા અનુસાર, પેટ્રોલિંગ દરમિયાન મળેલ માહિતીના આધારે ઓલપાડ પોલીસ સ્ટેશનના ગુનાનો વોન્ટેડ લીસ્ટેડ બુટલેગર કૈલાશ ઉર્ફે કૈલાશ મારવાડી ઉર્ફે ભેલાલ હીરાલાલ શર્મા વરીયાવ રોડ આસાસમ સોસાયટી પાસેથી પસાર થઈ રહ્યો છે. તેને આધારે પોલીસે વોચ ગોઠવી કૈલાશની ધડપકડ કરી હતી. ત્યારબાદ તેના વિરૂધ્ધ કાયદેસની કાર્યવાહી કરી ઓલપાડ પોલીસ સ્ટેશનને સોંપવાની કામગીરી શરુ કરી હતી.
મળતી માહિતી અનુસાર, આજથી આશરે 7 મહિના પહેલા આરોપીએ ભાગીદાર મનિષ રામેશ્વર મારવાડી સાથે મળી ઈંગ્લીશ દારૂના હેરાફેરીનો ધંધો કરવા મોવાથી તેના ઓળખીતા માણસ દરશય મીણા નામના વ્યક્તિ દ્રારા એક ટ્રકમાં આશરે 455 પેટી જેટલો ઇંગ્લીશ દારૂનો જથ્થો ફુડસદ ગામ નજીક કારેલી ગામના ખેતરોમાં ઉતાર્યો હતો. ત્યારબાદ હૂંધક ગામમાં રહેતા છગન સોહનલાલ મારવાડી, મનીષ તેમજ અન્ય પરિચિત દારૂનો ધંધો કરતા વ્યક્તિને આપવા માટે મગાવ્યો હોવાનું જાણવા મળ્યું હતું.
બોલેરો ગાડી તથા સ્વીફ્ટ કાર તથા ઝીયાગો કારમાં ભરી હલદરૂ ગામમાં તથા આજુબાજુના ગામમાં સપ્લાય માટે લઈ જવાની તૈયારીઓ શરુ હતી. ત્યારે કારેલ ગામના સીમમાં ખેતરો પાસે એલ.સી.બી પોલીસના માણસોએ રેડ કરી હતી. તે દરમિયાન બુટલેગર મનીષ ફરાર થઇ ગયો હતો. જે મામલે ઓલપાડ પોસ્ટમાં ફરિયાદ નોંધવામાં આવી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.