Ahemdabad Death of ASI: બુટલેગરોના કારણે વધુ એક નિર્દોષનો જીવ ગયો હોય તેવો બનાવ સામે આવ્યો છે.જેમાં જો વાત કરવામાં આવે તો, અમદાવાદ જિલ્લામાં આવેલા કણભા નજીક એક એએસઆઇ પોતાની ફરજ પર હતા. ત્યારે દારૂ ભરીને આવી રહેલી એક કારે તેમને અને અન્ય સ્ટાફને જોઇને તેમના પર કાર ચડાવી દીધી હતી. જેમાં ગંભીર રીતે ઈજા થતાં ASI બળદેવ નિનામાનું મોત(Ahemdabad Death of ASI) નીપજ્યું છે. બુટલેગરના કારણે આજે એક નિર્દોષ પોલીસકર્મીનું મોત થયું અને એક પરિવારે તેનો મોભી ગુમાવ્યો છે.
પોલીસ ચેકિંગ માટે ચેકપોસ્ટ પર ઉભા હતા
અમદાવાદમાં કણભા વિસ્તારમાં ગઈકાલે મોડી રાતે પોલીસ કર્મચારીઓ પોતાના નિયમ પ્રમાણે ફરજ બજાવી રહ્યા હતા. તે સમયે બળદેવ નિનામા અને અન્ય સ્ટાફ પીસીઆર વાહન સાથે ચેકપોસ્ટ પર ઉભા હતા. આ સમયે અલગ અલગ વાહનો ત્યાંથી પસાર થતા હતા. તે દરમિયાન એક રીડ્સ કાર ત્યાં આવી હતી અને તેને રોકવાનો પોલીસે પ્રયાસ કર્યો હતો. પરંતુ પોલીસને જોઇને આ કાર ચાલકે સ્પીડ વધારી દીધી હતી.ત્યારે આ કારને રોકવા જતા બળદેવ નિનામા પર બુટલેગરે તેમના પર કાર ચડાવી દીધી હતી. આ અકસ્માતમાં તેઓ નીચે પટકાતા તેમને ગંભીર ઈજા થઈ હતી. જ્યારે અન્ય કર્મચારીઓને પણ ઈજા થઈ હતી. તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં બળદેવ નિનામાનું મોત નીપજ્યું હતું.
ટક્કરથી કણભાના ASIનું મોત, એક ઘાયલ
આ ખૂબ જ ગંભીર ઘટના છે, જ્યાં પોલીસની ગાડીને ટક્કર મારતાં એએસઆઇનું મોત નિપજ્યું છે, જ્યારે એક પોલીસકર્મી ઘાયલ છે. આ પહેલા પણ ચેકપોસ્ટ પર પીએસઆઇ પર ગાડી ચડાવી દેવામાં આવી હતી, જેમાં તેમનું મોત થયું હતું. હવે બુટલેગરોને પોલીસનો પણ કોઇ ડર રહ્યો નથી અને પોલીસની પીસીઆર વાનને ટક્કર મારી છે.
પોલીસ પર હુમલાનો આ બનાવ પહેલો નથી
પોલીસ પર હુમલાનો આ બનાવ પહેલો નથી. આ અગાઉ પણ 5 જાન્યુઆરીએ સુરેન્દ્રનગરના ઝીંઝુવાડામાં PSI સહિત પોલીસ જવાનો પર જીવલેણ હુમલો થયો હતો. ઝીંઝુવાડામાં આરોપીને લઈ જઈ રહેલા પોલીસ અધિકારી પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. આરોપીને લઈ જતી વખતે ટોળાએ PSIને છરીના ઘા ઝીંક્યા હતા. અન્ય 2 પોલીસકર્મીઓ પર પણ જીવલેણ હુમલો કર્યો હતો. ટોળાના હુમલા દરમિયાન આરોપીઓ ફરાર થયાં હતાં અને PSI સહિત 2 કર્મીઓને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
અમદાવાદના બુટલેગરે દારૂ મંગાવ્યો હતો
આ બનાવ અંગે અમદાવા જિલ્લાના ઇન્ચાર્જ ડીસીપીએ જણાવ્યું હતું કે, આ સંદર્ભે હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ કારમાં દેશી દારૂ હતો અને અમદાવાદના બુટલેગરે દારૂ મંગાવ્યો હોવાનું સામે આવ્યું છે. અમારી પાસે રીસિવરના નામ પણ આવી ગયા છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લaખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube