પ્રતિબંધ હોવાં છતાં અવારનવાર રાજ્યમાંથ થઈ રહેલ હેરાફેરીનો પર્દાફાસ થતી ઘટનાઓને લઈ સમાચાર સામે આવતા રહેતાં હોય છે ત્યારે હાલમાં પણ આવા જ એક સમાચાર સામે આવી રહ્યાં છે. ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમ દ્વારા સાવલી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ધમધમતા દારૂના ધંધા પર દરોડા પાડીને એક આરોપીને પકડી પાડવામાં આવ્યો હતો.
જ્યારે કુલ 2 વ્યક્તિને વોન્ટેડ તરીકે જાહેર કરવામાં આવ્યા હતાં. આની ઉપરાંત પોલીસ દ્વારા બંને કિશોરને પકડીને તેમના પરિવારને સોંપી દેવામાં આવ્યા હતા. બુટલેગરો બંને કિશોરને દરરોજના 500 રૂપિયા પગાર આપીને દારૂની હેરાફેરી કરાવી રહ્યાં હતા. પોલીસે દરોડા વખતે વિદેશી દારૂની બોટલો, મોબાઈલ અને રોકડ રૂપિયા સહિત કુલ 65,000 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
સાવલી પોલીસ સ્ટેશન વિસ્તારના ભમ્મરઘોડા ગામમાં દરોડો પાડતા દારૂ મળ્યો :
ગાંધીનગરની સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમને બાતમી મળી હતી કે, સાવલી પોલીસ સ્ટેશન વિસ્તારના ભમ્મરઘોડા ગામમાં મેલડી માતાના મંદિરની સામે હિતેશ પાટણવાડિયા, રણજીત ઠાકોર અને નિલેશ ઠાકોર પોતે તેમજ તેના મળતિયાઓની સાથે દારૂનો જથ્થો રાખીને એનું વેચાણ કરી રહ્યાં છે તેમજ હાલમાં પણ વેચાણ ચાલુ છે.
જેના આધારે પોલીસ દ્વારા દરોડો પાડવામાં આવ્યો તો સ્થળ ઉપર 2 કિશોર દારૂ વેચતા ઝડપાઈ ગયા હતા. પોલીસે સ્થળ પરથી કુલ 6,400 રૂપિયાની કિંમત ધરાવતી દારૂની 82 બોટલો સહિત 10,000 ની કિંમતના 2 મોબાઇલ અને અંગજડતીની રોકડ રકમ 7,560 રૂપિયા મળીને કુલ 23,960 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.
પોલીસે બંને કિશોરોને તેમના પિતાને સોંપ્યા :
પોલીસ દ્વારા નોટિસ પાઠવીને બંને કિશોરોને તેમના પિતાને સોંપી દેવામાં આવ્યા હતા. બંને કિશોરોને રણજીત ઠાકોર(રહે, ગાંડીયાપુરા ,ભાથીજી ફળિયું, સાવલી) દારૂનો જથ્થો પૂરો પાડીને દરરોજના કુલ 500 રૂપિયા પગાર આપતો હતો, જેને લીધે પોલીસ દ્વારા તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો.
તાડપત્રીની આડશ ઉભી કરીને ભારતીય બનાવટના દારૂનું વેચાણ કરતા હતા :
જ્યારે અન્ય દરોડામાં માહિતી મળી હતી કે, સાવલી પોલીસ સ્ટેશન વિસ્તારના માર્કેટમાં તાડપત્રીની આડમાં ભારતીય બનાવટના દારૂનું વેચાણ ચાલી રહ્યું છે. જેના આધારે પોલીસે દરોડો પાડીને દારૂ વેચાણ કરતા નિલેશ ઠાકોર નામના વ્યક્તિને પકડી પાડવામાં આવ્યો હતો. જ્યારે નિલેશ ઉર્ફે નિલિયો માળી નામના વ્યક્તિને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle