ગુજરાતના બોટાદ જીલ્લાના હોમોયોપેથીક ડોક્ટર ને ગોલ્ડન બુક ઓફ રેકોડમાં સ્થાન મળ્યું છે. આ હોમોયોપેથીક ડોક્ટરનું નામ જીગ્નેશ હડીય છે. ડો. જીગ્નેશ હડીયલે હોમિયોપેથીની દવા આપ્યા વગર ઓપરેશને કિડનીમાંથી પથરી કાઢી રેકોડ સર્જ્યો. ગોલ્ડન બુક ઓફ રેકોડના એશિયાના અધિકારી દ્વારા આજરોજ ડો .જીગ્નેશ ને સન્માન પત્ર આપી અને ઓપરેશન વગર કિડનીમાંથી પથરી કાઢવાનો રેકોડ તેમના નામે કર્યો. આ પહેલા આ રેકોડ ઇન્દોરના ડોક્ટરના નામે હતો, જેણે 11.6 MM ની પથરી કાઢી હતી. ત્યારે આજરોજ બોટાદના ડોકટરે આ રેકોડ તોડી બોટાદ નહી પણ સમગ્ર ગુજરાત સહિત ભારતનું નામ પણ ઈતિહાસમાં રોશન કર્યું છે.
કઠોર મનના માણસને હિમાલય પણ નથી નડતો આવી એક કેહવત છે, ત્યારે આ કહેવત સાચી થતી હોય તેવું બોટાદમાં બન્યું છે. બોટાદ શહેરના સામન્ય ગરીબ પરિવારમાંથી આવતા અને પાળીયાદ રોડ પર નીરામિક હોમિયોપેથીની દવાખાનું ધરાવતા ડો.જીગ્નેશ હડીયલ એ સાબિત કરી બતાવ્યું છે.
ડો .જીગ્નેશ હડીયલ બી.એચ.એમ.એસનો અભ્યાસ કરી હોમિયોપેથીનું કલીનીક ચલાવે છે અને પથરીની દર્દીઓને સારવાર આપે છે. અત્યાર સુધીમાં 2000 થી વધુ દર્દીઓને હોમિયોપેથીની દવા આપી સારવાર આપેલ છે. ડો. જીગ્નેશ હડીયલ 2016 માં બોટાદના લાઠીદડ ના દર્દીને દવા આપી અને વગર ઓપરેશને સામન્ય ખર્ચમાં પેશાબ નળીમાંથી 20/9.5 એમ .એમ ની પથરી કાઢી રેકોડ નોંધાવ્યો હતો, અને 2016માં તેમને ગોલ્ડન બુક ઓફ ઇન્ડિયામાં પોતાનું નામ નોધ્યું હતું, અને ત્યારબાદ પાછુ 31.12.2017 ના રોજ પેશાબ નળીમાંથી 21/3 એમ એમની પથરી કાઢી પોતાનો જ રેકોડ તોડ્યો હતો.
બધાથી કઈક નવુ જ કરવાની ઈચ્છા ધરાવનાર આ ડોકટરે બે વર્ષ પહેલા નક્કી કર્યું હતું કે, કીડનીમાંથી વગર ઓપરેશને પથરી કાઢી રેકોડ કરવો છે. ત્યારે તેમના ક્લીનીકે બોટાદ જીલ્લાના રાણપુર તાલુકાના બોડીયા ગામના ગગારામભાઈ ધરમશીભાઇ જાદવ આવેલ અને પથરીનો દુખાવો થતો હોય તેમ જણાવેલ જ્યાં ડોક્ટર દ્વારા તેમના સોનોગ્રાફી રીપોટ કરાવેલ જેમાં ૨૨ એમ એમની કિડનીમાં પથરી હોય તેમ સામે આવ્યું હતું. ત્યારે ડોક્ટર દ્વારા આ દર્દીને હોમિયોપેથીની દવા આપી સારવાર આપી હતી. જેમાં કિડનીમાં રહેલી આ પથરી ધીમે ધીમે ૧૯ એમ એમ સુધીની થઈ ગઈ અને ત્યાર બાદ ૧૮ એમ એમે ની આ પથરી ૮૫ દિવસે ઓપરેશન વગર બહાર આવી ગયી હતી.
જો દર્દી દ્વારા આ પથરીનું ઓપરેશન કરાવ્યું હોત તો તેણે ઘણો ખર્ચ કરવો પડ્યો હોત પણ અહીં તો સામન્ય ખર્ચમાં પથરી નીકળી ગયી. ત્યારે આવડી મોટી પથરી કિડનીમાંથી કાઢી ડોકટરે રેકોડ સર્જ્યો છે અને તેમણે આ અગે ગોલ્ડન બુક ઓફ ઇન્ડિયામાં પોતાના આ રેકોડ વિષે જાણ કરી હતી.
આ મુદ્દે ડો. જીગ્નેશ હડીયલ દ્વારા જણાવેલ કે આગામી દિવસોમાં તેઓ કિડનીમાં અને પેશાબમાં પથરીના રોગો થાય . ત્યારે હવે એવી રીસર્ચ કરવું છે કે એક વાર પથરી થયા પછી બીજી વાર તે દર્દીને પથરી ના થાય અને પોતાની સફળતા નો જશ માતાપિતાનો આપ્યો હતો અને બોટાદ જીલ્લો નહી પણ સમગ્ર ગુજરાત અને ભારતનું નામ રોશન કર્યું છે.