જુઓ વિડીયો: રસીદ જોઈતી હોય તો 1000 આપ, કહીને “ચોર ચોકીદારે” 500 રૂપિયાની લાંચ લઇ લીધી

Published on Trishul News at 4:30 AM, Fri, 10 May 2019

Last modified on May 10th, 2019 at 10:24 AM

સુરતના કાપોદ્રા વિસ્તારમાં ટ્રાફિકના એક એએસઆઈએ બાઇક સવાર પાસેથી 1000 રૂપિયા દંડ લેવાના બદલે તેની પાસેથી 500 રૂપિયાની લાંચ લઈને વહીવટ કરી નાખ્યો હતો. બાઇક સવારે તેનો આખો વીડિયો ઉતારીને સોશિયલ મીડિયા પર વાઇરલ કરી દીધો હતો. આ બાબતે ટ્રાફિક ડીસીબી ડો.સુધીર દેસાઈએ તપાસ શરૂ કરી દીધી છે.

ક્લિક કરીને જુઓ વિડીયો:

500 રૂપિયા લાઈ રસીદ ન આપી

કાપોદ્રા વિસ્તારનો એક યુવક બાઇક પર જતા-જતા મોબાઇલ પર વાત કરતો હતો.ત્યારે ટ્રાફિકનો એક એએસઆઈ તેને આંતરે છે. મોબાઈલ પર વાત કરવાના એક હજાર રૂપિયા થાય એવું કહે છે. પછી માત્ર 500 રૂપિયા લઈ લે છે અને તેની રસીદ નથી આપતો. બાઇક સવાર રસીદ માંગે ત્યારે એએસઆઈ કહે છે કે, એક હજાર રૂપિયા આતે તો રસીદ આપું. બાઇક સવારે આ એએસઆઈનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર વાઇરલ કરી નાખ્યો હતો. આ બાબતે મોડી રાત્રે ટ્રાફિક ડીસીપી ડો.સુધીર દેસાઈએ વીડિયોના આધારે તપાસ હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Be the first to comment on "જુઓ વિડીયો: રસીદ જોઈતી હોય તો 1000 આપ, કહીને “ચોર ચોકીદારે” 500 રૂપિયાની લાંચ લઇ લીધી"

Leave a comment

Your email address will not be published.


*