બોટાદના તુરખા ગામે લુખ્ખાતત્વોએ યુવક પર કર્યું ફાયરીંગ, ગોળી આંગળી ચીરી પેટમાં ઘુસી ગઈ અને…- જાણો સમગ્ર ઘટના 

આજકાલ લુખ્ખા તત્વો બેફામ બની રહ્યા છે. અસામાજિક તત્વો ખુલ્લેઆમ દાદાગીરી કરીને ફાયરીંગ કરતા હોય છે. આ દરમિયાન બોટાદ જિલ્લામાં ફાયરિંગની હચમાચાવી નાખે એવી વારદાત સામે આવી છે. અહીંયા તુરખા ગામે મોડી રાત્રે એક યુવક પર અજાણ્યા શખ્સો દ્વારા ગોળીઓ છોડવામાં આવતા તે ગંભીર રીતે જખ્મી થયો છે. જોકે, યુવકે બચાવમાં હાથ આડો કરતા એક ગોળી તેની આંગળી ચીરીને પેટમાં ઘુસી ગઈ હતી. જખ્મી યુવકને સારવાર માટે લઈ જવામાં આવ્યો તે પહેલાં તેણે પોતાની જાતે આપવિતી સંભળાવી હોવાનો વીડિયો સામે આવ્યો હતો.

મળતી માહિતી મુજબ, ગઈકાલે રાતે બોટાદના તુરખા ગામે યુવક પર ફાયરિંગનો બનાવ સામે આવતા પોલીસ પણ દોડતી થઈ હતી. ગંભીર રીતે ઘવાયેલા યુવકનો ઘટનાસ્થળેથી વીડિયો સામે આવ્યો હતો. આ વીડિયોમાં યુવકે તેના પર ત્રણ શખ્સો દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું.

જોકે, તેને ઈજાઓ ગંભીર હોવા છતાં ઘટના બાદ તેનો જીવ બચી જતા સમગ્ર હકિકત પ્રકાશમાં આવી હતી. આ યુવક તેના ઘર બહાર ઉભો હતો ત્યારે ત્રણ શખ્સો આવ્યા હતા અને તેના પર ગોળીઓ છોડી હતી. આ અંગે વધુમાં યુવકે જણાવ્યું કે, તેની સાથે આ શખ્સોનો બે દિવસે પહેલાં બોલાચાલીનો ઝઘડો થયો હતો અને તેની દાઝમાં ફાયરિંગ કરી નાખ્યું હતું.

જોકે, યુવકને પગમાં પણ ગોળી વાગી હોવાનુ વીડિયો પરથી જાણવા મળતું હતું. આ ગોળીઓ વાગતા યુવકને પહેલાં બોટાદ, બાદમાં ભાવનગર ખસેડવામાં આવ્યો હતો. હાલ ઘાયલ યુવકને ભાવનગરથી અમદાવાદ સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.

હાલ પોલીસ દ્વારા યુવકનું નિવેદન નોંધવામાં આવ્યું છે. પરંતુ, હજુ સુધી આ અંગે ગુનો નોંધાયો હોવાનું જાણવા મળી શક્યું નથી. આ દરમિયાન પોલીસની ફરિયાદ બાદ જ સમગ્ર કેસની વિગતો સામે આવી શકે છે. ગામના લોકોમાં ઘટનાના કારણે ડરનો માહલો છવાયો હતો. આ ફાયરિંગની ઘટનાના પગલે બોટાદના તુરખા ગામે ફિલ્મી દૃશ્યો સર્જાયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *