એકસાથે પ્રેગનેટ થઇ ફેમસ YouTuber ની બંને પત્ની- સોશિયલ મીડિયા પર લોકોએ કર્યો બરાબરનો ટ્રોલ, એવું-એવું કહ્યું કે…

હાલ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં હૈદરાબાદ (Hyderabad)નો ફેમસ યુટ્યુબર(Famous YouTuber) અરમાન મલિક (Armaan Malik)ની બંને પત્નીઓ એક જ સાથે ગર્ભવતી બની છે.…

હાલ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં હૈદરાબાદ (Hyderabad)નો ફેમસ યુટ્યુબર(Famous YouTuber) અરમાન મલિક (Armaan Malik)ની બંને પત્નીઓ એક જ સાથે ગર્ભવતી બની છે. જેને લઈને અરમાન મલિક સોશિયલ મીડિયા(Social media) પર ટ્રોલ પણ થઈ રહ્યો છે. આ યુટ્યુબરની બે પત્નીઓ છે અને બંને હાલ એક સાથે જ ગર્ભવતી(pregnant) છે.

જાણવા મળ્યું છે કે, આ YouTuber ના 1.5 મિલિયન ફોલોવાર છે. ત્યારે તેણે પોતાની બંને પત્નીઓ પાયલ અને કૃતિકા પ્રેગનેન્ટ હોવાની જાહેરાત સોશિયલ મીડિયા દ્વારા જ કરી હતી. મલિકે તેની પત્નીઓની તસવીરો સાથે ઈન્સ્ટાગ્રામ પર આ સારા સમાચાર શેર કર્યા છે. બંને પત્નીઓ સાથે પોઝ આપતાં, મલિકે તસવીરોને કેપ્શન આપ્યું, “મારો પરિવાર.” આ પોસ્ટથી ઘણા લોકો નારાજ થયા હતા. તેણે યુટ્યુબર અરમાન મલિક અને તેના પરિવારને ટ્રોલ કરવાનું શરૂ કર્યું.

 

View this post on Instagram

 

A post shared by Armaan Malik (@armaan__malik9)

youtuber ની મજાક ઉડાવી:
આ સાથે જ ઘણાએ યુટ્યુબર અરમાન મલિકની મજાક ઉડાવી હતી. જ્યારે કેટલાકે દાવો કર્યો હતો કે તેને તેની પહેલી પત્ની કરતાં તેની બીજી પત્ની વધુ ગમે છે. એક વ્યક્તિએ કહ્યું, ‘બેશરમ લોકો 3એ 3 સાથે કેવી રીતે રહે છે, મિત્રો? તમને બંનેને એક જ મળ્યો? શરમ કરો.’ કેટલાક લોકોએ કહ્યું, ‘મજા તમારી છે.’ સોશિયલ મીડિયા યુઝર્સ સંપૂર્ણપણે આશ્ચર્યચકિત થઈ ગયા. યુટ્યુબ વ્લોગર અરમાન મલિક તેના સોશિયલ મીડિયા પર ઘણી નફરતનો સામનો કરી રહ્યો છે.

બંને પત્નીઓએ બેબી બમ્પ ફ્લોન્ટ કર્યો:
ફોટામાં, અરમાન, તેની પત્નીઓ કૃતિકા અને પાયલ સાથે નારંગી શર્ટમાં સજ્જ, સાથે જ તેની બે પત્નીઓ બેબી બમ્પને ફ્લોન્ટ કરતા જોવા મળ્યા હતા. ઘણા વપરાશકર્તાઓ વિવિધ કારણોસર YouTuberને ટ્રોલ કરે છે. ઘણા લોકોની ફરિયાદ છે કે તેણે પાયલ કરતાં તેની પત્ની કૃતિકા સાથે વધુ તસવીરો પોસ્ટ કરી છે.

અરમાનને આ પગલું ભરવું પડ્યું:
એક યુઝરે લખ્યું કે, ‘તમે હંમેશા કૃતિકાને વધુ અને પાયલને ઓછો પ્રેમ કરો છો, તે સ્પષ્ટ દેખાય છે.’ એક યુઝરે લખ્યું, ‘તમે હંમેશા કૃતિકા સાથે ફોટો કેમ પાડો છો, પાયલ સાથે કેમ નહીં.’ એકે લખ્યું, ‘લોકો આ મૂર્ખ લોકોને કેવી રીતે સમર્થન આપી શકે.’ આ દરમિયાન, બાકીના લોકોએ તેની મજાક ઉડાવી. જો કે, કેટલાક યુઝર્સે ત્રણ લોકોના પરિવારને અભિનંદન આપતા હાર્ટ ઇમોજી સાથે સકારાત્મક ટિપ્પણીઓ પણ કરી હતી. ત્યારથી અરમાન પોસ્ટ પર મર્યાદિત ટિપ્પણીઓ કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *