હિન્દુ ગર્લફ્રેન્ડને બુરખો પહેરાવી લગ્ન કરવા માટે કોર્ટ પહોંચ્યો છોકરો, નામ જોઈને ભડકયા વકીલ અને પછી..

Bihar love jihad: બિહારના મુજફરપુરમાં એક પ્રેમી કપલ કોર્ટમાં લગ્ન કરવા માટે પહોંચ્યું હતું. છોકરી બુરખામાં કોર્ટ આવી હતી. તેના પર કોઈને શક ન થયો, પરંતુ જ્યારે નોટરી વકીલે આધાર કાર્ડમાં નામ વાંચ્યું અને બંને લોકોના આધાર કાર્ડ જોવા માટે માંગ્યા તો તે વાતનો (Bihar love jihad) શક ગયો કે છોકરો મુસલમાન અને છોકરી હિન્દુ છે. ત્યારબાદ અન્ય વકીલને પણ આ વિશે જાણકારી આપવામાં આવી.

વકીલોએ છોકરા અને છોકરી બંનેની પૂછપરછ કરી. ત્યારબાદ જાણવા મળ્યું કે છોકરો મુસ્લિમ છે. મુજફરપુર કોર્ટ પરિસરમાં હંગામો મચી ગયો હતો. લવ જીહાદના શકમાં વકીલો ભડકી ઉઠ્યા. જેમણે છોકરાને પકડી લીધો અને હંગામો શરૂ કર્યો હતો. આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

પોલીસ પહોંચી ઘટના સ્થળે
વકીલોએ આ વાતની જાણકારી હિન્દુ સંગઠનના લોકોને પણ આપી હતી. ત્યારબાદ હિન્દુવાદી સંગઠનોના લોકો કોર્ટ પરિસરમાં આવી પહોંચ્યા હતા. ત્યારબાદ કોર્ટમાં અફરાતફરી અને હંગામો મચી ગયો હતો. કોર્ટ પરિસરમાં હંગામાની જાણકારી મળતાની સાથે જ પોલીસ પણ પહોંચી ગઈ હતી. પોલીસે મહામહેનતે  પહેલા છોકરા અને છોકરીને ભીડમાંથી બહાર કાઢ્યા હતા. પછી પોતાની સાથે પોલીસ સ્ટેશન લઈ ગઈ. પોલીસ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે.

છોકરો-છોકરી સીતામઢીમાં રહેતા હતા
જણાવવામાં આવી રહ્યું છે કે છોકરો અને છોકરી બંને સીતા મઢીમાં રહેતા હતા. પોલીસએ છોકરીના પરિવારજનોને મુજફ્ફરપુર પોલીસ સ્ટેશન બોલાવ્યા છે. મુઝફરપુર સિવિલ કોર્ટના અધિકારી સુબોધ કુમારે જણાવ્યું હતું કે એક મુસ્લિમ યુવક સીતામઢીની એક હિન્દુ છોકરી સાથે લગ્ન કરવા માટે તેને બુરખો પહેરાવી કોર્ટમાં પહોંચ્યો હતો. બંને નોટરી પાસે પહોંચ્યા તો તેઓના નામ વાંચવામાં આવ્યા હતા. પછી આધાર કાર્ડ સાથે મેચ કરવામાં આવ્યા. ત્યારે આ મામલે ખુલાસો થયો હતો.

તેમજ પોલીસ આ સમગ્ર મામલે નિષ્પક્ષતા અને તમામ પહેલું પર ધ્યાન રાખી તપાસ કરી રહ્યા છે. પોલીસ છોકરીના પરિવારની પણ પૂછપરછ કરશે જેથી સત્ય સામે આવી શકે.