રંગીલા રાજકોટ પર લાગ્યા કલંકના કાળા ધબ્બા! ત્રણ નરાધમો સગીરા પર ડાઘીયા કૂતરાની જેમ તૂટી પડ્યા

રાજકોટ(Rajkot): દુષ્કર્મ (Mischief)ની ઘટનાઓ અવાર નવાર સામે આવતી જ રહે છે. દેશભરમાં દરરોજ ન જાણે કેટલીય દુષ્કર્મની ઘટનાઓ સામે આવતી હોય છે. એવામાં વધુ એક ચોંકાવનારો કિસ્સો રાજકોટ જિલ્લાના ગોંડલ (Gondal)માંથી સામે આવ્યો છે. જેમાં એક સગીરાને ત્રણ હેવાનોની હવાસનાનો ભોગ બની હોવાનું સામે આવ્યું છે. આ સમગ્ર મામલાની જાણ ગોંડલ પોલીસને થતાં તાત્કાલિક અસરથી ગોંડલ પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી લીધી છે. હાલ પોલીસ દ્વારા આ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

વાસ્તવમાં, આ સગીરા અને ગોંડલના ચોરડી દરવાજા પાસે રહેતો તેનો બોયફ્રેન્ડ પ્રતીક પિત્રોડા ગોંડલના ઉમરાળા રોડ પર બેઠા હતા, તેમજ એકાંત માણી રહ્યા હતા. એવામાં આ પ્રેમી યુગલ પર ત્રણ હેવાનોની નજર પડી હતી. જે બાદમાં ત્રણેય હેવાનોએ પોતાની કામ વાસના સંતોષવા માટે સગીરાને પોતાનો શિકાર બનાવવાનું નક્કી કર્યું હતું. જે બાદમાં ત્રણેયએ તેના પ્રેમીને છરીની અણીએ બાનમાં રાખ્યો હતો અને સગીરા પર વારાફરતી દુષ્કર્મ આચર્યું હતું.

યુવાનને છરીની અણીએ બાનમાં રાખ્યો:
અજય નાથ, દિનેશ નાથ તેમજ મુકેશ નાથ સહિતના ત્રણ આરોપીઓએ યુવકને છરીની અણીએ ગોંધી રાખ્યો હતો અને ત્યાર બાદ સગીરાને 300 મીટર દૂર ઢસડી જઈ વારાફરતી દુષ્કર્મ આચર્યું હતું. સમાજમાં આબરૂ જવાની બીકે તેમજ નામ જાહેર થશે તેમજ બદનામી થશે તેવા ડરથી તરુણી તેમજ તેના પરિવારજનો પોલીસ ફરિયાદ કરવા માગતા ન હતા. જોકે, પોલીસે સમજાવ્યા બાદ તરૂણીના પરિવારે ફરિયાદ દાખલ કરાવી હતી. જે બાદમાં પોલીસે તાત્કાલિક ત્રણેય આરોપીની ધરપકડ કરી લીધી છે.

ગોંડલ સિટી પોલિસી ત્રણ નરાધમોની ધરપકડ કરી:
સગીરાના બોયફ્રેન્ડે હિંમત ન હારી ગોંડલ સિટી પોલીસને જાણ કરી હતી. યુવાને પોલીસને જાણ કરતાની સાથે જ પોલીસે ત્રણેય શખ્સોને ઉમરાળા રોડ પાસેથી ઝડપી લઇ ધરપકડ સહિતની કાર્યવાહી કરી હતી. આ ઘટના પરથી સમાજ અને પ્રેમી યુગલોએ પણ બોધપાઠ લેવાની જરૂર છે. કારણ કે પ્રેમી યુગલો અનેક વખત એકાંત માણવા માટે અવાવરું જગ્યાઓ પર જતા હોય છે. આ જ કારણે ક્યારે લૂંટ અને દુષ્કર્મની ઘટનાઓ બનતી હોય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *