કચ્છમાં વધુ એક ગ્રીષ્માકાંડ: મારી નહીં તો બીજા કોઈની નહીં, પ્રેમીએ પ્રેમિકાની જાહેરમાં કરી હત્યા…

Kutch Murder Case: કચ્છના માંડવી તાલુકામાં ગોધરાની એક યુવતીની હત્યાને લઈને લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે. આજે ભુજના માંડવીમાં તમામ સમાજના લોકો દ્વારા મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ગૌરી ગરવા નામની યુવતીની હત્યા કરનારને ફાંસીની (Kutch Murder Case) સજા મળે તેવી માંગણી કરવામાં આવી રહી છે. આ રેલીમાં સાધુ-સંતો સાથે મોટી સંખ્યામાં તમામ સમાજના લોકો જોડાયા હતા.

રેલી યોજી સ્થાનિક કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. અને ન્યાયની માંગણી કરવામાં આવી છે. માંડવી નજીક ગોધરા ગામ પાસે યુવતીની હત્યા કરવામાં આવી હતી. પોલીસે સાગર સંગાર તથા અન્ય બે લોકોની ધરપકડ કરી છે. મૃતક યુવતી આરોગ્ય વિભાગમાં નોકરી કરતી હતી.

કચ્છના માંડવી તાલુકામાં ગોધરામાં મળસ્કે એક યુવતી નોકરી પર જવા માટે બસની રાહ જોઈ બેઠી હતી. આ દરમિયાન કેટલાક અજાણ્યા લોકો બાઈક પર આવી 25 વર્ષીય યુવતીની નિર્મમ હત્યા કરી ફરાર થઈ ગયા હતા. આ સમગ્ર ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. જેવી હત્યાની જાણકારી પોલીસને મળી તો કાફલો ઘટના ચડે પહોંચી ગયો હતો અને વધુ તપાસ હાથ ધરી હતી.

સૂત્રો પાસેથી એવું જાણવા મળી રહ્યું છે કે આ વ્યક્તિ આ યુવતીના એક તરફી પ્રેમમાં હતો. પરંતુ કદાચ આ યુવતી ને આ મંજુર નહીં હોય. એટલા માટે એક તરફી પ્રેમમાં ગાંડાતુર બનેલા આ સનકીએ યુવતીને મોતને ઘાટ ઉતારી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.