Surat Daru News: સુરતમાં ફરી એક વખત નબીરાઓના કરતૂતોનો પર્દાફાશ થયો છે. સુરત પોલીસે દારૂની મહેફિલ માણતા નબીરાઓને ઝડપી પાડ્યા છે. ફાર્મ હાઉસમાં (Surat Daru News) મહેફિલ ચાલી રહી હતી, ત્યારે જ પોલીસે રંગમાં ભંગ પાડતાં રેડ પાડી 4 યુવક અને 2 યુવતીની પકડી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પરંતુ એવી માહિતી સામે આવી છે કે આ પકડાયેલા લોકો એક સારા ઘરમાંથી હોવાનું સામે આવ્યું છે.
પોલીસે દારૂની મહેફિલમાં રંગમાં ભંગ પાડ્યો
મળતી માહિતી અનુસાર, પોલીસે બાતમીના આધારે ફાર્મ હાઉસમાં ચાલી રહેલી મહેફિલમાં રેડ પાડી હતી. 4 યુવક અને 2 યુવતી દારૂની મહેફિલ માણી રહ્યા હતા, તે સમયે જ પોલીસ આવી પહોંચી હતી. દારૂની મહેફિલ કામરેજના મોરથાના ગામની સીમમાં આવેલ ફાર્મ હાઉસમાં ચાલતી હતી, ત્યારે જ કામરેજ પોલીસે બાતમીના આધારે રેડ કરી રંગમાં ભંગ પાડ્યો હતો. જ્યાંથી પોલીસે યુવતી સહિત 6 લોકોને નશાની હાલતમાં પકડી પાડ્યા હતા. આ સાથે જ સ્થળ પરથી દારૂી બોટલો સહિત બે લક્ઝુરિયસ કાર પણ કબજે કરી છે.
4 યુવક અને 2 યુવતીને પકડી પાડવામાં આવ્યા
આ અંગે વિગતો આપતા કામરેજ PI એ.ડી. ચાવડાએ જણાવ્યું કે, કામરેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા અલગ અલગ ફાર્મ હાઉસમાં જો કોઈ પણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃતિ થતી હોય, તો તે અન્વયે કાયદેસરની કાર્યવાહી કરવા અંગેની સૂચના અપાઈ હતી.
આ દરમ્યાન કામરેજ પોલીસની અલગ અલગ 3 ટીમો પેટ્રોલિંગમાં હતી, ત્યારે મળેલી બાતમી મળી હતી કે મોરથાણ ગામની સીમમાં સિલ્વર અંબરલેંડમાં આવેલા ફાર્મમાં કેટલાક લોકો દારૂની મહેફિલ માણી રહ્યા છે. આ બાતમીના આધારે પોલીસની ટીમે દરોડો પાડી 2 યુવતી સહિત 4 પુરુષોને પીધેલી હાલતમાં પકડી પાડ્યા હતા. આ લોકો પાસે દારૂ પીવા અંગેની કોઈ પરમિટ પણનહતી. આથી પોલીસે તમામ લોકોનું મેડિકલ કરાવી તેમના વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ અંતર્ગત ગુનો દાખલ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પકડાયેલા આરોપીના નામ
મેહુલ ધીરુભાઈ વાડોદરિયા, ઉમર: 33 વર્ષ (ર.હે : મોટા વરાછા,રિવેરા, એ ગ્રિસા બિલ્ડીંગ,ગામ: સાગપરા,તા.સાવરકુંડલા, જી. અમરેલી )
ક્રિષ્નમ મુકેશભાઈ વેકરીયા, ઉંમર: 21 વર્ષ (ર.હે: રાજેશ્વરી રેસીડેન્સી, એબીસી મોલની પાછળ કામરેજ, ગામ, ફાટસર, તા.ઉના જી. ગીર સોમનાથ)
કિરીટભાઈ બાલુભાઈ મકરૂદિયા, ઉંમર:37 વર્ષ (ઇસ્કોન બંગ્લોઝ, એબીસી મોલની પાછળ કામરેજ)
પરેશ વાલજીભાઇ ભલાણી, ઉંમર:32 (હરિરામ નગર સોસાયટી,વરાછા, ગામ:ફુલસર, જી.ભાવનગર )
ચાર્મી જીગ્નેશભાઈ પડસાળા, ઉંમર: 19 (નીલકંઠ હાઈટ્સ, અબ્રામા રોડ, ગામ:કેરાલા, જી. અમરેલી )
ધ્રુવી જીવરાજભાઈ ધામેલીયા ઉમર:19 (સૌરાષ્ટ્ર ગ્રીનસીટી વેલંજા, ગામ: કાટુળીયા, જી. ભાવનગર)
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો:
- Trishul News Gujarati iPhone App