ક્લાસરુમમાં મસ્તીએ ચઢી છોકરા-છોકરીએ લીધી KISS ની મજા; જુઓ વિધાર્થીનો રોમાન્સ

Noida College Kiss: નોઈડાની કેટલીક યુનિવર્સિ‌ટીના સ્ટુડન્ટ્સ અવારનવાર પોતાના કારનામાને લઈને ચર્ચામાં રહે છે. વિદ્યાર્થીઓની હરકતો સામે પોલીસે અનેક વખત કાર્યવાહી કરી છે. ત્યારે હાલમાં એક વીડિયો સામે આવ્યો છે જેમાં સામે આવ્યું છે કે યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓએ(Noida College Kiss) તમામ હદો વટાવી દીધી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે પોલીસ આ વીડિયોને લઈને તપાસ કરી રહી છે જે હવે વાયરલ થઈ રહ્યો છે.

કિસ કરવામાં મશગુલ વિદ્યાર્થીઓ
વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે એક વિદ્યાર્થી અને યુવતી યુનિવર્સિટીની એક જગ્યાએ કિસ કરી રહ્યાં છે. બંને કિસ કરવામાં એટલા મશગૂલ છે કે તેમને ખબર પણ નથી પડતી કે કોઈ તેમનો વીડિયો રેકોર્ડ કરી રહ્યું છે. આ વીડિયો વાયરલ થયા બાદ લોકોએ સોશિયલ મીડિયા પર સવાલો ઉઠાવવા માંડ્યા કે ક્યાં સુધી યુનિવર્સિટી પ્રશાસન મૌન રહેશે અને પોલીસ મૂક પ્રેક્ષક બની રહેશે.

વીડિયો વાયરલ થઈ રહ્યો છે
કહેવામાં આવી રહ્યું છે કે પોલીસ વાયરલ વીડિયોને ધ્યાનમાં લઈને મામલાની તપાસ કરી રહી છે. જોકે, આ વીડિયો નોઈડાની કઈ યુનિવર્સિટીનો છે તે સ્પષ્ટ કરવામાં આવ્યું નથી. સોશિયલ મીડિયા પર ઘણા લોકોની પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. કેટલાક કહે છે કે આ રીતે કોઈનો વીડિયો રેકોર્ડ કરવો એ કાયદાકીય ગુનો છે તો કેટલાકનું કહેવું છે કે હવે આ વિદ્યાર્થીઓ સામે કડક કાર્યવાહી જરૂરી છે.

વાયરલ વીડિયોમાં લોકોએ કરી આવી કમેન્ટ
એક સોશિયલ મીડિયા યુઝરે લખ્યું કે એવું લાગે છે કે યુનિવર્સિટીમાં બધું જ કાયદેસર થઈ ગયું છે, ક્લાસરૂમ અને કેમ્પસ રોમાન્સનું હબ બની ગયા છે, આખરે ક્યારે જાગીશું? અન્ય એકે લખ્યું કે આવા વિદ્યાર્થીઓ સામે કડક કાર્યવાહી થવી જોઈએ અને યુનિવર્સિટી સામે પણ કાર્યવાહી થવી જોઈએ. બીજાએ લખ્યું કે નોઈડાની બે-ત્રણ યુનિવર્સિટીઓ છે.

જે વારંવાર વિવાદોમાં રહે છે, શું કોઈએ તેમના નામ પૂછવાની જરૂર છે? એક સોશિયલ મીડિયા યુઝરે લખ્યું કે લોકો શિક્ષણના મંદિરની પણ ગરિમા જાળવી શકતા નથી. એક સોશિયલ મીડિયા યુઝરે લખ્યું કે આવા લોકો સામે કાર્યવાહી થવી જોઈએ, તેમને પાઠ ભણાવવો ખૂબ જ જરૂરી છે. કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે હવે પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે કે આ ક્યારે અને ક્યાં થયું.