છોકરીને પ્રપોઝ કરતાં છોકરાની લૂંટાઈ ઈજ્જત, જુઓ વિડીયો

Funny Viral Video: સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અવનવા વીડિયો વાયરલ થતા હોય છે. ક્યારેક નાના બાળકોની હરકતોના વિડીયો વાયરલ થાય છે, તો ક્યારેક વૃદ્ધ લોકોના વિડિયો પણ વાયરલ થાય છે. તો ક્યારેક ક્યારેક સુંદરતાના વિડિયો પણ વાયરલ (Funny Viral Video) થતા હોય છે. વાયરલ થવાના ચક્કરમાં ઘણી વખત લોકો પોતાનો જીવ પણ ગુમાવી બેસતા હોય છે. આવો જ કંઈક એક રમુજી વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જ્યારે તમે આ વિડીયો જોશો તો તમે પેટ પકડીને હસવા લાગશો.

શું જોવા મળ્યું વાયરલ વીડિયોમાં?
હાલમાં જે વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. તેમાં જોઈ શકાય છે કે એક જગ્યાએ ત્રણ છોકરીઓ ઉભી છે. અચાનક ત્યાં એક છોકરો આવે છે અને ગોઠણિયા પર બેસી એક છોકરીને પ્રપોઝ કરે છે. તે છોકરીને ગુલાબ આપે છે, જેને છોકરી લઈ લે છે. ત્યારબાદ તે ઉભો રહી શાહરુખ ખાનની જેમ પોઝ આપે છે અને પોતાના બંને હાથ ફેલાવે છે. પરંતુ બરાબર આ જ સમયે તેનું પેન્ટ સરકી જાય છે અને તમામ છોકરીઓ હસવા લાગે છે. આ એક સ્ક્રીપ્ટ વિડીયો હતો, કારણકે શરૂઆતમાં જ જોઈ શકાય છે કે છોકરો પોતાનું પેન્ટ શરૂઆતમાં પકડી રાખે છે એનો મતલબ એવો થયો કે પેન્ટ પહેલેથી જ ઢીલી હતી અને પછી તેને પોતાના બંને હાથ ફેલાવનારો પોઝ આપ્યો.

જુઓ વાયરલ વિડિયો

હમણાં તમે જે વાયરલ વીડીયો જોયો તેને એક્સ પ્લેટફોર્મ પર શેર કરવામાં આવ્યો છે. વિડીયો શેર કરતા લખ્યું છે કે મિશન ફેલ. આ વિડીયો અત્યાર સુધીમાં 85 હજારથી પણ વધારે લોકોએ જોયો છે. વિડિયો જોયા બાદ એક યુઝરે કમેન્ટ કરતા લખ્યું કે ખરેખર ખૂબ ખરાબ ફીલ થાય છે મને આ છોકરા માટે.અન્ય એક વ્યક્તિ એ લખ્યું કે બિચારાની તમામ આશાઓ પર પાણી ફરી ગયું અને ગજબ બેજતી થઈ ગઈ. ચોથા વ્યક્તિએ લખ્યું કે આ ભાઈની તો જાહેરમાં ઈજ્જત લૂંટાઈ ગઈ.