સુરત: 60 વર્ષીય રિક્ષાચાલકે મરતાં મરતાં કિડની અને લિવર દાન કરી બીજા 3 દર્દીઓને આપ્યું નવજીવન

Published on: 8:13 am, Sun, 6 January 19

સુરત: શનિવારે 60 વર્ષીય બ્રેન ડેડ રિક્ષાચાલકે ત્રણ વ્યક્તિઓને નવી જિંદગી આપી. કતારગામ GIDCની સ્મૃતિ સોસાયટીમાં રહેતા 60 વર્ષીય ફેડરિક રિબેલોને 3 જાન્યુઆરીએ બ્રેન સ્ટ્રોક આવ્યો અને શરીરની એક બાજુએ લકવો થયો.

તાત્કાલિક ફેડરિકને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. CT સ્કેન અને અન્ય તપાસ બાદ મગજમાં લોહીનો ગઠ્ઠો થયો હોવાનું બહાર આવ્યું. શુક્રવારે સ્મીમેર હોસ્પિટલના ન્યૂરોસર્જને ફેડરિકને બ્રેન ડેડ જાહેર કર્યા.

બ્રેન ડેડ ફેડરિક વિશે માહિતી મળતાં ડોનેટ લાઈફના સ્વયંસેવકોએ તેના પરિવારજનોને ઓર્ગન ડોનેશન માટે મનાવ્યા. ફેડરિકના પરિવારજનો અંગદાન માટે તૈયાર થયા. ફેડરિકની કિડની અને લિવર દાન કરતાં 3 દર્દીઓને નવજીવન મળ્યું.

અમદાવાદની IKDRCના ડૉ. જમાલ રિઝવી શાહ અને તેમની ટીમને ઓર્ગન ડોનેશ વિશે માહિતી આપવામાં આવી. શનિવારે તેઓ સ્મીમેર હોસ્પિટલમાં કિડની અને લિવર લેવા પહોંચ્યા.

ફેડરિકની એક કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ બિહારના 38 વર્ષીય શાંતિ શશીકુમાર દેવી અને અમદાવાદના 31 વર્ષીય ધવલ પટેલને કરવામાં આવ્યું. ટ્રાન્સપ્લાન્ટ અમદાવાદની IKDRC હોસ્પિટલમાં જ થયું. રિસર્ચ માટે લિવર IKDRC હોસ્પિટલ પાસે જ છે.