ધોની ને લઈને બ્રાવોનો ખુલાસો, કહ્યું જરૂર રમશે ટી-20 વર્લ્ડ કપ

દિગ્ગજ કેરેબીઆઈ ઓલરાઉન્ડર બ્રાવોએ ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન અને દિગ્ગજ વિકેટકીપર બેટ્સમેન મહેન્દ્રસિંહ ધોની ને લઈને મોટું નિવેદન આપ્યું છે. બ્રાવો નું કહેવું છે કે…

દિગ્ગજ કેરેબીઆઈ ઓલરાઉન્ડર બ્રાવોએ ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન અને દિગ્ગજ વિકેટકીપર બેટ્સમેન મહેન્દ્રસિંહ ધોની ને લઈને મોટું નિવેદન આપ્યું છે.

બ્રાવો નું કહેવું છે કે મહેન્દ્રસિંહ ધોની આવતા વર્ષે ઓસ્ટ્રેલિયા માં થનાર icc t-20 વર્લ્ડ કપ 2020 માં ભાગ લેશે અને આ બાબતે તેમને કોઇ શંકા નથી.

બ્રાવોએ કહ્યું કે,”ધોનીએ સન્યાસ નથી લીધો, એટલા માટે મને લાગે છે કે તે ટી-20 વર્લ્ડકપમાં રમશે.ધોની ક્યારેય પણ ક્રિકેટની બહારની વસ્તુઓ થી પ્રભાવિત નથી થયા, તેમણે અમને શીખવાડ્યું છે કે અમે ગભરાવું નહીં અને અમારી ક્ષમતા ઉપર ભરોસો રાખીએ.”

હાલમાં જ બ્રાવોએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પાછા ફરવાનું એલાન કર્યું છે. બ્રાવો ધોની સાથે આઈપીએલમાં ચેન્નાઈ સુપરકિંગ્સ માટે રમે છે.

જણાવી દઇએ કે વર્લ્ડકપ 2019 દરમ્યાન ધોની પોતાની ધીમી ગતિની બેટિંગને કારણે આલોચકોના નિશાને રહ્યા હતા.

તેઓ ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ ની સેમિફાઇનલમાં રન આઉટ થઈ ગયા હતા જા જેના પછી ભારતની આશા ઉપર પાણી ફરી વળ્યું હતું.

ટીમ ઈંડિયા ના વર્લ્ડ કપ થી બહાર થઇ ગયા બાદ ધોનીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં બ્રેક લીધો હતો. આ દરમિયાન તેમણે આર્મી યુનિટ સાથે કશ્મીરમાં 15 દિવસ પસાર કર્યા. વર્લ્ડ કપ બાપથી તેઓ કોઈપણ ઇન્ટરનેશનલ ક્રિકેટ સિરીઝ નો ભાગ નથી બન્યા.

શાસ્ત્રીએ કહ્યું હતું કે ધોનીએ દેશ માટે ઘણી સિદ્ધિઓ મેળવી છે. લોકો આટલું જલ્દી કેમ નક્કી કરી લે છે કે તે સન્યાસ લઇ લેશે? કદાચ તેમની પાસે વાત કરવા માટે અન્ય કોઈ મુદ્દો નથી.

જણાવી દઈએ કે છેલ્લા કેટલાક દિવસોમાં કહેવાયું હતું કે ધોની ફરીથી પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે અને તે જાન્યુઆરીમાં ટીમમાં પાછા ફરી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *