સોશિયલ મીડિયા પર હાલમાં એક વિડીયો ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. જેને જોઈ ઘણા લોકો આશ્વર્યમાં મુકાઈ ગયાં છે. બ્રાઝિલની નદીમાં કુલ 50 ફૂટ લાંબો એનાકોન્ડા જોવા મળ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. કુલ 2 વર્ષ અગાઉ વાયરલ થયેલ આ વીડિયો ફરી એકવખત હાલમાં ખુબ વાયરલ થઈ રહ્યો છે.
ટ્વિટર પર પોસ્ટ કરેલ આ વિડિયો પર હાલમાં ઘણાં લોકો ટિપ્પણી કરી રહ્યા છે કે, શું ખરેખર કુલ 50 ફૂટનો એનાકોન્ડા જીવિત છે? શું આટલો મોટો અજગરનું અસ્તિત્વ છે. વીડિયોમાં જે રીતે દેખાઈ રહ્યું છે તેનાથી માનવામાં આવે છે કે, આ વીડિયો બ્રાઝિલની ઝિંગુ નદીનો છે. આ વીડિયોના કેપ્શનમાં લખ્યું છે કે, બ્રાઝિલની ઝિંગુ નદીમાં કુલ 50 ફૂટનો મહાકાય એનાકોન્ડા જોવા મળ્યો છે.
વીડિયોમાં જોવા મળી રહેલ એનાકોન્ડા ખરેખરમાં કોઇ નદી નહીં પરંતુ રસ્તો પસાર કરે છે જેની પર પાણી ભરાયેલ છે. આ વીડિયોને અત્યાર સુધીમાં કુલ 7 લાખથી પણ વધારે લોકો દ્વારા જોવામાં આવ્યો છે. જો કે, આ વીડિયો સાચો નથી. એની હકીકત કંઇક અલગ જ છે. આ વીડિયોમાં, એક વિશાળ સાપ નદીના એક છેડેથી બીજા છેડે જતા જોઇ શકાય છે.
એવું કહેવામાં આવે છે કે, આ એનાકોન્ડાની લંબાઈ કુલ 50 ફૂટ છે પરંતુ હકીકતમાં આ કોઇ નદી નહીં પણ રસ્તો છે તેમજ સાપની લંબાઇ વધારવા વીડિયોને સ્ટ્રેચ કરવામાં આવ્યો છે. અને આ જ કારણે ચાલતા સાપનો આકાર વિશાળ અને લાંબો લાગી રહ્યો છે. આ વાતની પુષ્ટિ કરવામાં આવી છે કે, આ વીડિયો ખરેખર વર્ષ 2018માં બન્યો હતો અને તે હાલમાં ફરીથી વાયરલ થઈ રહ્યો છે.
આ વિડીયોમાં સાપને રોડ ઓળંગતો બતાવવામાં આવ્યો છે. પણ આમાં 50-ફૂટ એનાકોન્ડા દાવો સંપૂર્ણપણે અસત્ય છે. જો કે, આવા ઘણાં વીડિયો ઘણીવાર સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહેતા હોય છે. જેમાં વિશાળકાળ એનાકોન્ડાને જોવાની વાત કરે છે.
An anaconda measuring more than 50 feet found in the Xingu River, Brazil pic.twitter.com/FGDvyO76sn
— The Dark Side Of Nature (@Darksidevid) October 30, 2020
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle