ગુજરાત: પેટાચૂંટણી પહેલા જ પોલીસે કરોડોનો દારૂ અને લાખો રૂપિયા ઝડપી પાડ્યા, 16 ઉમેદવારોને અપાઈ નોટિસ

હાલમાં ટૂંક સમયમાં ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણી આવી રહી છે. ગુજરાત રાજ્યની આઠ બેઠકો માટે યોજાનારી પેટાચૂંટણીનો જોરશોરમાં પ્રચાર ચાલી રહ્યો છે. ત્યારે ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણી…

હાલમાં ટૂંક સમયમાં ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણી આવી રહી છે. ગુજરાત રાજ્યની આઠ બેઠકો માટે યોજાનારી પેટાચૂંટણીનો જોરશોરમાં પ્રચાર ચાલી રહ્યો છે. ત્યારે ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણી પહેલા જ પોલીસે 1 કરોડ રૂપિયાનો દારૂ ઝડપી પાડયો છે. આ ઉપરાંત 25 લાખ રૂપિયાની રોકડ રકમ પણ ઝડપી લીધી હતી જેની આયકર વિભાગે પણ તપાસ હાથ ધરી છે. ચૂંટણી પંચને પોર્ટલના માધ્યમથી કુલ 358 ફરિયાદો પણ મળી હતી. જેની ઉપર પોલીસ હાલમાં કાર્યવાહી કરી રહી છે.

ચૂંટણી પંચને પોર્ટલના માધ્યમથી કુલ 358 ફરિયાદો પણ મળી
હાલમાં કોરોનાના કેસ ખુબ જ વધી રહ્યા છે. જેને લઈને સરકાર દ્વારા ફરજીયાત માસ્ક પહેરવું જેવા અનેક નિયમો બહાર પાડવામાં આવ્યા છે. ત્યારે પેટાચૂંટણીમાં કોરોનાના નિયમોનું ઉલ્લંઘન ન થાય તે માટે ખાસ સાવચેતી પણ રાખવામાં આવી રહી છે. રાજ્ય ચૂંટણી પંચે જણાવ્યું કે, કોરોનાની ગાઇડલાઇનનુ ઉલ્લંઘન કરતાં ચાર પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. કોરોનાની ગાઇડલાઇનનુ ઉલ્લંઘન કરીને માસ્ક ન પહેરનારા લોકો પાસેથી કુલ 30 હજારનો દંડ વસૂલવામાં આવ્યો છે.

માસ્ક ન પહેરનારા પાસેથી કુલ 30 હજારનો દંડ વસૂલવામાં આવ્યો
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણી નજીક આવતા 27 ફલાઇંગ સ્કોવોર્ડ, 27 સ્ટેટિક સર્વેલન્સની ટીમો ઉમેદવારના ચૂંટણી ખર્ચ પર નજર રાખી રહી છે. ચૂંટણી ખર્ચને લઇને પ્રથમ ઇન્સ્પેક્શનમાં 16 ઉમેદવારો અને બીજા ઇન્સ્પેક્શનમાં 3 ઉમેદવારોને નોટિસ આપવામાં આવી છે.

આ દરેક ઉમેદવારના ખર્ચ રજીસ્ટરની ચકાસણી કરીને વેબસાઇટ ઉપર માહિતી મૂકવામાં આવી છે. ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં અવાર-નવાર દારૂની બોટલો મળી આવતી હોય છે. ત્યારે અહી નોંધનીય છે કે, પેટાચૂંટણીમાં પણ દારૂની રેલમછેલ થઇ હોય તેવુ જાણવા મળી રહ્યું છે. કેમકે, નશાબંધી અને આબકારી વિભાગે એક કરોડનો દારૂ ઝડપી પાડયો છે. પંચને પોર્ટલના માધ્યમથી 358 ફરિયાદો મળી હતી. તેમાંથી 353 ફરિયાદોનો ઉકેલ લાવી દેવાયો છે. આ ઉપરાંત અન્ય ફરિયાદો ઉપર શોધખોળ કરવામાં આવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *