જો માણસે પોતાના મનમાં લગન અને નિશ્ચય કર્યો હોય તો માણસ સામે કોઈ પણ પરીક્ષાઓ આવે તેને રોકી નથી શકતી. આવી જ પરિસ્થિતિ એક વ્યક્તિ સામે આવી છે. આ વ્યક્તિએ ઉંધા માથા સાથે જન્મ લીધો હતો અને તેના જન્મ ઉપર ડોક્ટર્સે પણ કહ્યું હતું કે, તે 24 કલાકથી વધારે જીવી શકશે નહિ.
પરંતુ તે પોતાના મજબુત નિશ્ચયના કારણે આજે સમગ્ર દુનિયામાં જાણીતો છે. જન્મના સમયે આ યુવકને ઉંધા માથા સાથે સાથે આખું શરીર પણ વાકુ હતું. અને ડોક્ટરોને તેના જીવતો રહેવાની આશા પણ ન હતી. પરંતુ દરેક મુશ્કેલીઓને પાર કરીને આ યુવક હવે એક એકાઉન્ટન્ટ હોવાની સાથે સાથે મોટિવેશન સ્પીકર પણ બની ચુક્યો છે.
તેની માતાનું કહેવું છે કે, તેણે બાળપણથી જ પોતાના બીજા બાળકની જેમ જ જોયો હતો અને તેને પોતાની મરજીથી જિંદગી જીવવા માટે પુરી આઝાદી આપી હતી. જ્યારે તેનો જન્મ થયો ત્યારે ઘણી મુશ્કેલીઓ આવી હતી. પરંતુ ત્યારબાદ ડોક્ટર દ્વારા તેની માતાને સલાહ આપવામાં આવી હતી કે, તેને ખાવા પીવાનું ન આપે કારણ કે તેની જિંદગી વધારે નહીં ચાલે.
પરંતુ આ દરેક મુશ્કેલીઓને પાછળ મુકીને આ યુવક એક સક્સેફુલ એકાઉન્ટન્ટ બન્યો. આ ઉપરાંત તે ટીવી જોવે છે, ફોન ઓપરેટ કરે છે અને તેના દરેક કામો કરી લે છે. જે એક સામાન્ય માણસ કરે છે. આ યુવકની સફળતા તે તમામ લોકો માટે એક મિસાલ છે જે નાની નાની મુશ્કેલીઓથી ડરી જાય છે અને પોતાનું જીવન સમાપ્ત કરવા જેવું મોટું પગલું ઉઠાવી લે છે. આ યુવકનું નામ ક્લોડિયો વેરા ડે ઓલિવેરા છે અને તે બ્રાઝીલમાં રહે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.