જો આ ઘટના કેમેરામાં કેદ ન થઇ હોત તો લોકોને આંખે વિશ્વાસ જ ન થાત- જુઓ વિડીયો

સોશિયલ મીડિયા પર, એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેને જોઇને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો. આ વિડીયોમાં જોવા મળે છે કે, ગેસ સિલિન્ડરોથી…

સોશિયલ મીડિયા પર, એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેને જોઇને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો. આ વિડીયોમાં જોવા મળે છે કે, ગેસ સિલિન્ડરોથી ભરેલી ટ્રક અચાનક આપમેળે દોડવા લાગી. તે સમયે ડ્રાઇવર કાર પાસે ઉભો હતો. આ દરમિયાન ડ્રાઇવરે ખુબ સમજદારી પૂર્વક આ અકસ્માત ટાળ્યો હતો. આ સમગ્ર ઘટના કેમેરામાં રેકોર્ડ થઈ હતી.

આ બધું ત્યારે બન્યું જ્યારે ડ્રાઇવર ટ્રક શરુ કરીને નીચે ઉતરી ગયો હતો. કારમાં ગેસ સિલિન્ડર લોડ કરવા માટે મુક્યા હતાં. આ દરમિયાન ટ્રક ત્યાંથી આપમેળે આગળ ચાલવા માંડ્યો. વીડિયોમાં જોઇ શકાય છે કે ટ્રક ત્યાં ઉભેલા ડ્રાઇવર પાસેથી આગળ નીકળી રહ્યો છે.

આ દરમિયાન ટ્રકના દરવાજા અને દિવાલ વચ્ચે આવીને તેણે ટ્રકને આગળ વધતા અટકાવવાના પ્રયાસમાં પોતાનો જીવ જોખમમાં મૂક્યો હતો. ત્યારબાદ ડ્રાઈવર ટ્રકની પાછળ ભાગ્યો અને તે અંદર ચડવામાં સફળ રહ્યો. જો તેણે ટ્રક ન રોક્યો હોત તો ટ્રક કોઈ પહાડ સાથે અથડાઈ જાત. આ ઘટના બ્રાઝીલમાંથી સામે આવી છે.

યુટ્યુબ પર કોમેન્ટ વિભાગમાં, ઘણા લોકોએ તેની હિંમત માટે ડ્રાઇવરની પ્રશંસા કરી. આ એવી પહેલી ઘટના નથી જેમાં ટ્રક આપમેળે આગળ વધવા લાગ્યો. પરંતુ વર્ષ 2019માં, પણ આ જ રીતે રસ્તા પર એક ટ્રક પહાડ સાથે ટકરાયો હતો અને તેમાં એક મહિલા અને બે સૈનિકો ગુમ થયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *