સુરત સિવિલના કર્મચારીઓએ આઠ લાખથી વધુની કિંમતની વસ્તુઓ દર્દીઓને સોંપી

હાલ ગુજરાતની મોટાભાગની હોસ્પિટલોમાં બેડ ફૂલ થઇ ગયા છે અને લોકોને ઓક્સીજન સાથે સારવાર મળી રહે તે માટે વિસ્તાર-વિસ્તારમાં આઇસોલેશન વોર્ડ ખોલવામાં આવ્યા છે. હંમેશા…

હાલ ગુજરાતની મોટાભાગની હોસ્પિટલોમાં બેડ ફૂલ થઇ ગયા છે અને લોકોને ઓક્સીજન સાથે સારવાર મળી રહે તે માટે વિસ્તાર-વિસ્તારમાં આઇસોલેશન વોર્ડ ખોલવામાં આવ્યા છે. હંમેશા વિવાદોમાં રહેતી નવી સુરત સિવિલ હોસ્પિટલના સુરક્ષા વિભાગે ‘ખારા રણમાં મીઠી વિરડી સમાન’ સેવાનો નવો આયામ રચ્યો છે.

કોરોના વચ્ચે સિવિલમાં દાખલ દર્દીઓની કિંમતી વસ્તુ ચોરીની ઘણી ઘટનાઓ સાંભળી હશે પરંતુ હાલ સિવિલ હોસ્પીટલના સુરક્ષા કર્મચારીઓ દર્દીઓ, તેમના સ્વજનો, સિવિલ કેમ્પસની સુરક્ષા વ્યવસ્થાની કાળજી તો રાખે છે, સાથે એમના મરણમૂડી સમાન કિંમતી સામાન સાચવવાની ફરજ પણ બજાવે છે. જ્યારે કોઈ દર્દીને રજા આપવામાં આવે અથવા મૃત્યુ પામે ત્યારે નજીકના સ્વજનો જરૂરી કામમાં કે મૃતકની અંતિમવિધિમાં વ્યસ્ત હોવાના કારણે દર્દીનો સામાન લઈ જવાનું ભુલી જતા હોય છે.

પરંતુ નવી સિવિલ સિકયુરીટી ટીમે ફરજ અને માનવતાના માર્ગે ચાલી અત્યાર સુધીમાં સોના-ચાંદીના મૂલ્યવાન ઘરેણાં જેવી કિંમતી વસ્તુઓ તથા રોકડ રકમ, મોબાઈલ સહિતની અન્ય મેટલ વસ્તુઓ મળી 40 થી વધુ મૃતક દર્દીઓના સ્વજનોને છેલ્લા મહિના દરમિયાન અંદાજીત આઠ લાખ રૂપિયાનો સામાન પરત કરી સુરત સિવિલ દ્વારા ફરજ સાથે ઉમદા અને પ્રેરણાત્મક ઉદાહરણ પુરૂ પાડ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *