સુરતમાં ‘પાકિસ્તાની ફૂડ ફેસ્ટિવલ’નાં બેનર લાગતા મચ્યો હોબાળો, બજરંગ દળ દ્વારા બેનરો ઉતારી સળગાવી દેવાયા- જુઓ વિડીયો

સુરત(Surat): શહેરના રિંગરોડ(Ringroad) વિસ્તારની ટેસ્ટ ઓફ ઈન્ડિયા રેસ્ટોરન્ટ(Taste of India Restaurant)ની ઉપર પાકિસ્તાની ફૂડ ફેસ્ટિવલ(Pakistani Food Festival)ની જાહેરાત કરતા બેનર લાગતા શહેરમાં ભારે હોબાળો મચી જવા પામ્યો હતો. બજરંગ દળ(Bajrang Dal)ના કાર્યકર્તાઓએ ઉગ્ર વિરોધ નોંધાવીને તમામ બેનરને ઉતારી લેવામાં આવ્યા હતા અને સળગાવી દીધા હતા. આ સાથે સાથે રેસ્ટોરન્ટવાળાને ચેતવણી પણ આપી દેવામાં આવી હતી.

દેશના વિરોધી દેશોના ફૂડ ફેસ્ટિવલ ચલાવી લેવામાં આવશે નહિ:
બજરંગ દળ સભ્ય દેવી પ્રસાદ દુબેએ જણાવતા કહ્યું હતું કે, કાર્યકર્તાઓ દ્વારા અમને જાણકારી મળી હતી. તાત્કાલિક સ્થળ પર જઈ તપાસ કરતા ઇસ્લામિક આતંકવાદી દેશ પાકિસ્તાન ફૂડ ફેસ્ટિવલના બેનર લાગ્યા હોવાની જાણકારી મળી હતી અને આ બેનરો ઉતારીને સળગાવી દેવામાં આવ્યા હતા. ભારત વિરોધી દેશોના ફૂડ ફેસ્ટિવલ ચલાવી લેવામાં આવશે નહિ અને ચેતવણી આપી છે કે હવે આવું કૃત્ય કરશો તો તેને આકરા જવાબ આપીશું.

કોંગ્રેસના નેતાનો કટાક્ષ:
કોંગ્રેસના નેતા અસલમ સાયકલવાલાએ કટાક્ષ કરીને કહ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીના કહેવાતા ધનદાની વ્યક્તિના માલિકીની સુરત શહેરમાં પ્રખ્યાત એવી રેસ્ટોરન્ટ ટેસ્ટ ઓફ ઈન્ડિયા દ્વારા 10 દિવસ માટે પાકિસ્તાની ફૂ઼ડ ફેસ્ટિવલ ઉજવવામાં આવશે. પાકિસ્તાની વાહ વાહી કરતું આ બેનર શહેરના રિંગ રોડ પર રેસ્ટોરન્ટની ઉપર લગાવવામાં આવેલ છે. જે લગભગ પોતાને ઉચ્ચ દેશભક્ત ગણતાં ભારતીય જનતા પાર્ટીના લોકો અને એમની ભગિની સંસ્થાઓ આ બેનરનાં લખાણથી સંપૂર્ણ સહમત હશે એ નક્કી કહી શકાય.

પણ સાથે આ પાકિસ્તાની ફૂ઼ડ ફેસ્ટિવલથી હું અને મારા જેવા અસંખ્ય વ્યક્તિઓ તેની સાથે સહમત નહીં હોય એ પણ નક્કી. બાકી પાકિસ્તાનની વાહ વાહી કરતા આવા બેનર ભાજપના વિરોધી વ્યક્તિ દ્વારા લગાવવામાં આવ્યું હોત તો, હાલમાં તે એ વ્યક્તિ “દેશદ્રોહી” છે એ પ્રસ્થાપિત કરવામાં આ ભાજપના અને ભગિની સંસ્થાઓ પીછેહઠ નહીં જ કરે એ નક્કી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *