વજન ઉતારવું હોય તો સવારે નાસ્તામાં ખાઓ આ વસ્તુ, મળશે ભરપૂર એનર્જી

Weight Loss Breakfast: વધતું વજન ઓછું ન થવાને લીધે ઘણા લોકો મુશ્કેલીમાં મુકાતા હોય છે. વજન વધે છે તો સૌથી પહેલા પેટ બહાર લટકવાનું શરૂઆત થાય છે.  એવામાં વજન ઓછું (Weight Loss Breakfast) કરવા માટે ખાણીપીણીમાં બદલાવ કરવો જોઈએ. ખાનપાન સારું હોય તો વજન પણ ઓછું થાય છે અને મેન્ટેન પણ રહે છે. એવામાં જાણો નાસ્તાની એવી કઈ વસ્તુ છે જે વજન ઓછું કરવામાં મદદ કરે છે. સાથે સાથે આ વસ્તુઓને સવારના સમયે બનાવવી પણ ખૂબ સહેલી છે.

ભજન ઓછું કરનાર નાસ્તા

ચણાના લોટના પુડલા
વજન ઘટાડવા માટે ચણાના લોટના પુડલા ખાઈ શકાય છે. પુડલા પ્રોટીનથી ભરપૂર હોય છે. તેમાં મોટા પ્રમાણમાં કાચા શાકભાજી નાખી તેને શેકવામાં આવે તો તે વજન ઘટાડવામાં મદદરૂપ થાય છે. તેને ઘરે બનાવેલી જ લીલી ચટણી અને ચા સાથે ખાઈ શકાય છે.

ઈડલી
સવારના સમયે ઈડલીને ચટણી અથવા સંભાર સાથે નાસ્તામાં ખાઈ શકાય છે. આ એક સારા નાસ્તાનો ઓપ્શન એટલા માટે પણ છે કારણ કે તેનાથી પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે અને વજન ઘટાડવામાં તેની અસર દેખાય છે.

થુલી
ફાઇબરથી ભરપૂર થુલીને તમે નાસ્તા તરીકે લઈ શકો છો. ફાઇબર અને પ્રોટીનનું પાવર હાઉસ છે. તેને દૂધ સાથે ખાઈ શકાય છે અથવા શાકભાજી નાખીને પણ બનાવી શકાય છે. વજન ઘટાડવા માટે તમે થુલી ખાઈ શકો છો.

મગદાળની ચાટ
નાસ્તામાં મગદાળની ચાટ બનાવીને ખાઈ શકાય છે. મગદાળમાં મોટા પ્રમાણમાં શાકભાજી નાખો. અંકુરિત મગની ચાટ શરીર માટે ફાયદાકારક હોય છે. તેને ખાવાથી ભરપૂર માત્રામાં પોષણ મળે છે.

ઈંડા
ખાણીપીણીમાં ઈંડાને ઘણા પ્રકારે લઈ શકાય છે. ઈંડા પ્રોટીનથી ભરપૂર હોય છે. ઈંડા ખાવાથી વજન ઘટાડો કરવામાં મદદ મળે છે. ઈંડા બાફીને ખાઈ શકાય છે આ ઉપરાંત ઈંડાની આમલેટ પણ સવારે નાસ્તામાં ખાઈ શકાય છે.