24000 નવા કેસ સાથે, ભારતમાં કોવિડ-19 કેસ ની કુલ સંખ્યા હવે 7,71,866 પર પહોંચી ગઈ છે અને મૃત્યુઆંક 21174 છે. મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં 6,603 નવા કોવિડ -19 કેસો નોંધાયા છે, સૌથી વધુ અસરગ્રસ્ત મહારાષ્ટ્રમાં કુલ 2,24,000 કેસ થઈ ગયા છે. દિલ્હીમાં 2,033 નવા કેસ અને 48 મૃત્યુ નોંધાયા છે.
કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના જણાવ્યા અનુસાર યુપીમાં અત્યાર સુધીમાં કુલ 31,156 કોવિડ -19 કેસ નોંધાયા છે. 845 લોકો જીવલેણ ચેપી રોગનો ભોગ બન્યા છે. અત્યાર સુધીમાં 20,331 દર્દીઓ સાજા થયા છે. હાલમાં 9,980 એક્ટિવ કેસ છે.
ઉત્તર પ્રદેશ સરકારે ગુરુવારે એટલેકે આવતીકાલે રાત્રે 10 વાગ્યાથી 13 જુલાઇના સવારે 5 વાગ્યા સુધી રાજ્યમાં લોકડાઉન લગાવી દીધું છે. લોકડાઉન દરમિયાન, તમામ ઓફિસો, બજારો અને વ્યાપારી મથકો બંધ રહેશે. જો કે, આવશ્યક સેવાઓને શરુ રાખવાની મંજૂરી આપવામાં આવશે. ટ્રેનોનું સંચાલન ચાલુ રહેશે. સરકારે તેના જાહેરનામાંમાં કહ્યું છે કે તબીબી અને ઇમરજન્સી સેવાઓ કાર્યરત જ રહેશે.
આમ હવે આસામ સરકાર બાદ ઉત્તર પ્રદેશ સરકારે ગુરુવારે આવતીકાલે રાત્રે 10 વાગ્યાથી 13 જુલાઇના સવારે 5 વાગ્યા સુધી રાજ્યમાં લોકડાઉન લગાવી દીધું છે. લોકડાઉન દરમિયાન બજારો, જથ્થાબંધ દુકાનો માર્કેટ અને કચેરીઓ બંધ રહેશે. જો કે, આવશ્યક સેવાઓની દુકાનો ચાલુ રખાશે.
Uttar Pradesh Government imposes lockdown in the State from 10 pm tomorrow till 5 am on 13th July. pic.twitter.com/KISyWekCW8
— ANI UP (@ANINewsUP) July 9, 2020
લોકડાઉન સમયગાળા દરમિયાન સરકારે ગ્રામીણ વિસ્તારોમાં તમામ સરકારી પ્રોજેક્ટ્સ અને બાંધકામના કામોને પણ મંજૂરી આપી છે.
અગાઉ આસામ સરકારે કોરોના વાયરસ રોગના ફેલાવાને રોકવા માટે ગુરુવારે સાંજથી ગોલાઘાટ શહેરમાં “ટોટલ લોકડાઉન” લાદ્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news