ગુજરાતમાં રૂપાણી સરકાર એક બાજુ પારદર્શક વહીવટની વાતો કરે છે તો બીજી બાજુ ભાજપના કોર્પોરેટરો ગેરકાયદેસર બાંધકામ માટે પૈસા પડાવતા હોવાની બુમરાડ અવારનવાર ઉડતી હોય છે એમાંય ખાસ કરીને સુરતમાં કોર્પોરેટરો દ્વારા ગેરકાયદે કામ માટે એનકેન પ્રકારે પૈસા પડાવવામાં આવી રહ્યા હોવાનો સતત આ ત્રીજો કિસ્સો બહાર આવ્યો છે જેમાં કોર્પોરેટર જયંતીલાલ ભંડેરી રંગેહાથ ડોક્ટર પાસેથી દવાખાનાના બાંધકામ માટે 50000 રૂપિયા લાંચ લેતા એસીબીના હાથે ઝડપાતા ભાજપમાં સોપો પડી ગયો હતો.
પણ આમ વારંવાર કોર્પોરેટરો દ્વારા લાંચ લેવાના કિસ્સા બહાર આવતા પ્રજામાં આવા કોર્પોરેટરો પ્રત્યે ઉગ્ર રોષની લાગણી જોવા મળી રહી છે સુરતમાંથી વોર્ડ નંબર 8ના ડભોલી-સિંગણપોર ના કોર્પોરેટર જયંતીલાલ ભંડેરી લાંચ લેતા ઝડપાઈ ગયા બાદ આ વિસ્તારમાં કોર્પોરેટરના અનુદાનમાંથી મુકાયેલ બાંકડા ઉપર લગાવેલી તકતીઓ ઉપર અજાણ્યા લોકો કોર્પોરેટરના નામની આગળ લાંચિયા શબ્દ લખેલું જોવા મળ્યું છે,જેનાં ફોટો અને વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયાં છે.
ગઈકાલે કતારગામ વહીવટી ભવન ખાતે આમ આદમી પાર્ટી દ્વારા પણ જેન્તી ભંડેરી વિરુદ્ધ માં પોસ્ટર લગાવ્યા હતા. ભાજપ ના શહેર પ્રમુખ દ્વારા લાંચ પ્રકારણમાં પાર્ટીનું નામ ન ખરાબ થાય તે ધ્યાને લેતા પક્ષમાંથી તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરાયા હોવાની વિગતો પ્રાપ્ત થઇ છે. પરંતુ પાર્ટીએ હજી સુધી પોતાની ઓફિશ્યલ વેબસાઈટ પરથી જેન્તીલાલ ભંડેરીનુ નામ કે પછી પોતાના પક્ષના અન્ય બે કોર્પોરેટર નેન્સી સુમરા અને મીના રાઠોડને પોતાના પક્ષના કોર્પોરેટરો ની યાદીમાંથી હટાવ્યું નથી. માત્ર સસ્પેનશન ની જાહેરાત જ કરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધીમાં ભાજપના 3 કોર્પોરેટર લાંચ લેચા ઝડપાઇ ચૂક્યા છે. અગાઉ વોર્ડ નંબર 11 અને વોર્ડ નંબર 25ના કોર્પોરેટર ઝડપાયા હતા.આગાઉ વોર્ડ નંબર 11ની કોર્પોરેટર નૈનસી સુમરા, એમના પિતા અને ભાઈ એસીબીના હાથે ઝડપયા હતા. અગાઉ વોર્ડ નંબર 25ના કોર્પોરેટર મીનાબેન રાઠોડના પતિ એસીબીના હાથે ઝડપયા હતા.