UP Viagra News: સેક્સવર્ધક ગોળીઓ કે વાયગ્રા ખાવી ખતરાથી ખાલી નથી. ઘણા લોકો ગોળીઓ ખાઈને સેક્સ માણતા હોય છે પરંતુ આવી સ્થિતિમાં તેમને (UP Viagra News) જીવ ગુમાવવાનો પણ વારો આવે છે. સેક્સવર્ધક ગોળીઓ હેલ્થ માટે જરા પણ સારી નથી. સેક્સવર્ધક ગોળીઓથી મોતનો વધુ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. યુપીના બરેલીમાં એક યુવકના લગ્ન થયા હતા જે બાદ તેને સુહાગરાતનો આનંદ વધારવા સેક્સવર્ધક દવા લીધી હતી. ત્યારે સુહાગરાતે સેક્સવર્ધક દવા ખાતાં આરતી નામની દુલ્હનનું કમકમાટીભર્યું મોત થયું હતું.
વાયગ્રા લેતા થયું મોત
આ અંગે મળતી માહિતી મુજબ આરતીના લગ્ન બરેલીના યુવક અમિત સાથે થયાં હતા. લગ્ન બાદ દુલ્હા દુલ્હન સુહાગરાતને લઈને રોમાન્સ હતા અને કપલને ખબર નહોતી કે તેમની ભૂલ જિંદગી છીનવી લેશે. લગ્ન બાદ વધારે મજા માટે અમિત સેક્સવર્ધક દવાઓ લઈ આવ્યો હતો. તેણે પોતે તો ખાધી જ હતી પરંતુ તેની અવળી બુદ્ધિએ અને વધુ મજા માણવાના ચક્કરમાં પોતાની દુલ્હન આરતીને પણ ખવડાવી અને સંબંધ બાંધતા જાય તે પહેલાં તો આરતીની હાલત ખરાબ થવા લાગી હતી. વાયગ્રાને સીધી આરતીના હાર્ટ પર અસર પાડી અને તેને પુષ્કળ પરસેવો થવા લાગ્યો અને થોડ઼ી વારમાં તો તરફડીયાં મારીને નીચે પડી ગઈ હતી અને તત્કાળ મોતને ભેટી હતી.
આ ઘટના બાદ અમિતે ચીસાચીસ કરી મૂકી હતી. સુહાગરાતની સેજ પર દુલ્હનની લાશ પડી, વિચારો કેવું કરુણ દ્રશ્ય હશે. આ પછી ગામમાં રોકકળ મચી હતી. અમિત પણ સાચું કારણ કોઈને કહી શકે તેવી હાલતમાં નહોતો પરંતુ જે બન્યું છે તે બહાર આવવાનું જ હતું. આરતીના માતાપિતાએ હત્યાનો આરોપસર ફરિયાદ દાખલ કરતાં પોલીસે તપાસ કરી અને પૂછપરછ માટે અમિતને કસ્ટડીમાં લીધો ત્યારે સાચી વાત બહાર આવી હતી.
સેક્સવર્ધક ગોળીઓ ખાવાથી ચઢે છે અતિશય પાવર
સેક્સવર્ધક ગોળીઓ ખાવાથી સેક્સનો અતિશય પાવર ચઢે છે. આ કિસ્સામાં દુલ્હાએ ઘણી ગોળીઓ ખાધી હોવાનું જણાવાય છે અને તેને કારણે તેણે જાત પરનો કન્ટ્રોલ ગુમાવ્યો હતો અને તેના યૌન એટેકથી દુલ્હન બીમાર પડી હતી અને તેનું મોત થયું હતું. લગ્નની પહેલી રાત દુલ્હન માટે અંતિમ રાત બની હતી.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App