ક્યા દુલ્હા બનેગા રે તું! વરરાજો કન્યાને પહેરાવી રહ્યો હતો વરમાળા, અચાનક ફટાકડો ફૂટતા જ…- વિડીયો જોઇને ખખડી પડશો

વાયરલ(Viral): હાલમાં લગ્નની મોસમ ચાલી રહી છે. આ દરમિયાન લગ્નના ઘણા વિડીયો(wedding videos) સોશિયલ મીડિયા(Social media) પર વાયરલ(Viral video) થાય છે. જ્યારે કેટલાક વિડિયો ખરેખર…

વાયરલ(Viral): હાલમાં લગ્નની મોસમ ચાલી રહી છે. આ દરમિયાન લગ્નના ઘણા વિડીયો(wedding videos) સોશિયલ મીડિયા(Social media) પર વાયરલ(Viral video) થાય છે. જ્યારે કેટલાક વિડિયો ખરેખર સારા હોય છે, તો કેટલાક એવા હોય છે જેને આપણે જોઇને ખખડી પડીએ છીએ. જો વાત કરવામાં આવે તો સોશિયલ મીડિયા પર વરમાળાના ઘણા રમુજી વિડીઓ જોવા મળશે. હાલમાં એક એવો જ વિડીયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે. વાયરલ વિડીયોમાં તમે જોઈ શકો છો કે, વરરાજાના મિત્રો એવી હરકત કરે છે જેને જોઇને દુલ્હે રાજા ગુસ્સાના માર્યા લાલ-પીળા થઇ જાય છે.

 

View this post on Instagram

 

A post shared by JIYA MEENA (@jiya_9017)

સોશિયલ મીડિયા પર જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે તે લગ્નનો છે. આ વિડીયોમાં તમે જોઈ શકો છો કે વર-કન્યાના લગ્નની વિધિ ચાલી રહી છે. વરરાજા તેની કન્યાને માળા પહેરાવતાની સાથે જ તેની પાછળ ઉભેલા તેના મિત્રોએ ફટાકડા ફોડ્યા. અચાનક ફટાકડાનો અવાજ સાંભળીને વરરાજો ડરી જાય છે. તે પાછળ જુએ છે અને તેના મિત્રો પર ગુસ્સે થઇ જાય છે. જ્યારે નજીકમાં ઉભેલી દુલ્હન આ બધું જોઈ રહી છે. વરરાજાને આ રીતે ગુસ્સે થતો જોઈને ત્યાં હાજર લોકો પણ ચોંકી ગયા હતા.

સોશિયલ મીડિયા પર આ વિડીયો સામે આવ્યા બાદ લોકોએ તેના પર પોતાની પ્રતિક્રિયાઓ આપવાનું શરૂ કરી દીધું છે. વિડીયો પર કોમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું, ‘ક્યા દુલ્હા બનેગા રે તુ’. આ રીતે લોકો આ વિડીયો પર સતત પોતાની મજેદાર પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

અવારનવાર અનેક લગ્નના વિડીયો સામે આવતા રહેતા હોય છે. ત્યારે આ પ્રકારના મજેદાર વિડીયો સામે આવતા લોકો પેટ પકડીને હસવા લાગ્યા છે. હાલમાં આ વિડીયો ખુબ જ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે. જેને જોઇને તમે પણ ખખડી પડશો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *