નિંદ્રાધીન કુતરા પર કાળ બનીને ત્રાટક્યો દીપડો – જુઓ શિકારના હચમચાવી દેતા લાઈવ દ્રશ્યો

Published on: 12:24 pm, Sat, 20 May 23

Leopard hunting dog Viral Video: ઈન્ટરનેટની આ દુનિયામાં સોશિયલ મીડિયા (Social media) પર અવારનવાર અનેક વિડીયો વાયરલ (Viral video) થતા રહેતા હોય છે. જેમાં શિકાર કરતા વિડીયો પણ લોકો જોવા ખુબ જ પસંદ કરતા હોય છે, ત્યારે આવો જ એક શિકાર કરતો એક વિડીયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે. જેને લોકો ખુબ જ પસંદ કરી રહ્યા છે. મહારાષ્ટ્ર (Maharashtra)ના પુણે (Pune)થી એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે.

વિડીયોમાં જોઈ શકાય છે કે,એક દીપડો ધીમે ધીમે અંદર આવે છે. પછી માલિકથી થોડે દૂર સૂતેલા કૂતરાને પોતાનો શિકાર બનાવે છે અને કુતરાને પોતાના મોઢામાં લઇને ત્યાંથી ભાગી જાય છે. જોકે, આ દરમિયાન ખાટલા પર સૂતેલા યુવકનો આબાદ બચાવ થયો હતો. આ ઘટનાનો સીસીટીવી વીડિયો પણ વાયરલ થયો છે. આ ઘટનાથી વિસ્તારના લોકોમાં ભારે ભયનો માહોલ છે.

આ મામલો જુન્નર તાલુકાના કલ્યાણ-નગર હાઈવે આલેફાટાનો છે. 15મી મે સોમવારની મધ્યરાત્રિએ એક દીપડો પગથિયાં પરથી ધીરે ધીરે આવ્યો અને માલિકથી થોડે દૂર સૂતો હતો ત્યારે કૂતરાને પોતાનો શિકાર બનાવ્યો. આ દરમિયાન કૂતરાનો માલિક ખાટલા પર સૂતો હતો. જો કે, તે માંડ માંડ બચ્યો હતો.

મહત્વનું છે કે, સોશિયલ મીડિયા પર આ પ્રકારના અનેક વિડીયો વાયરલ થયા રહેતા હોય છે. આ પ્રકારના વિડીયોમાં લોકો અલગ અલગ મંતવ્યો આપતા હોય છે. મહત્વની વાત એ છે કે, ખાટલા પર સુઈ રહેલા વ્યક્તિની કિસ્મત સારી હોવાથી તે બચી ગયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.