ચાલુ લગ્નમાં વોશરૂમ જઈને આવું કહી દુલ્હન ઘરેણા અને રોકડ લઈ રફુચક્કર

Looteri Dulhan Viral News: લગ્નએ એક એવી વિધિ છે, જેમાં એક પૈડાની ગાડીને બીજું પૈડું આપી જીવનને પાટા પર લાવે છે. એટલે કે એકલા વ્યક્તિને જીવવા માટે એક આધાર (Looteri Dulhan Viral News) મળે છે. લગ્ન પછી વ્યક્તિ પર જવાબદારીઓ આવી જાય છે. પરંતુ ઘણી વખત લગ્ન લોકો માટે એક ખરાબ સ્વપ્ન બની જાય છે.

લોકો ભરોસો મૂકી પોતાની તમામ મિલકત એક અજાણી વ્યક્તિને આપે છે અને જ્યારે તે જ વ્યક્તિ તમારી સાથે છેતરપિંડી કરે તો તમારા હૃદય પર ઊંડો ઘા વાગે છે. હાલમાં જ ઉત્તર પ્રદેશના ગોરખપુરથી એક આશ્ચર્યજનક ઘટના સામે આવી છે જ્યાં શૌચાલયમાં જવાનું કહી એક દુલ્હન પાછી ફરી જ નહીં. શું છે સમગ્ર મામલો આવો તમને જણાવીએ.

સૌચાલય જવાના બહાને ઘરેણા અને રોકડ લઈ ફરાર થઈ દુલ્હન
ઉત્તરપ્રદેશના ખજની વિસ્તારમાં એક લગ્ન સમારોહ દરમિયાન દુલ્હનને અચાનક શૌચ માટે જવાનું થયું. ફેર શરૂ થવાના જતા એના પહેલા આ બધું બન્યું. દુલ્હન ઝડપથી ટોયલેટ તરફ દોડી પરંતુ તેને ફેરા માટે ઉતાવળ ન હતી પરંતુ તેનો ઇરાદો કંઈક અલગ જ હતો.

લગ્નમાં દુલ્હનને એવું પરાક્રમ કર્યું કે તે ટોયલેટમાંથી પાછી ફરી જ નહીં. જી હા તે લુટેરી દુલ્હન હતી, જે ટોયલેટ જવાને બહાને રોકડ અને ઘરેણાંઓ લઈ ફરાર થઈ ગઈ હતી. શનિવારના રોજ પીડિત લોકોએ આ ઘટનાની જાણકારી પોલીસ સ્ટેશનને આપી. આમલો ખજની પોલીસ સ્ટેશન વિસ્તારના ભાહોરિયાના શિવ મંદિરનો છે, જ્યાં લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું.

દલાલે કરાવ્યો હતો સબંધ
મીડિયા રિપોર્ટનું માનીએ તો સીતાપુર જિલ્લાના ગોવિંદપુર ગામમાં રહેતા 40 વર્ષીય ખેડૂત કમલેશ કુમારે પોતાની પહેલી પત્નીના નિધન બાદ બીજી વખત લગ્ન કરવા માટે ગોરખપુર પહોંચ્યા હતા. આ દરમિયાન તેમને એક દલાલ મારફતે સંબંધ જોયો હતો અને જણાવવામાં આવી રહ્યું છે કે કમલેશે દલાલને 30,000 રૂપિયા પણ આપ્યા હતા. કમલેશે પરિવાર સાથે વાતચીત કર્યા બાદ ત્રણ જાન્યુઆરીના રોજ લગ્ન સમારોહનું આયોજન ગોરખપુર માં થયું હતું. પરંતુ આ લગ્ન દરમિયાન જ દુલ્હન ટોયલેટ જવાનું બહાનું કરી રફુચક્કર થઈ ગઈ હતી.