ભારતમાં વકરતા જઈ રહેલા કોરોનાને નાથવા માટે એક અસરકારક ઇન્જેક્શન કામ લાગી રહ્યું છે. કોરોનાના ગંભીર દર્દીઓ માટે ટોસિલિઝુમેબ નામના ઇન્જેક્શને આશા જન્માવી છે, કોરોનાના જે દર્દીઓને શ્વાસ લેવામાં તકલીફ થતી હોય તેવા દર્દીઓને ગુજરાત સરકારના આરોગ્ય વિભાગે ટોસિલિઝુમેબ નામના ઇન્જેક્શન આપવાની શરૂઆત કરી છે.
જેથી હવે આવા દર્દીઓને બચાવવાની ટકાવારી વધી છે. કોવિડ 19 (COVID- 19) સામે સફળતા મળી શકે તે માટે બે બાબતોનો પ્રયાસ અને સફળ પ્રયોગ કરાયો છે. જેમાં એક ટોસિલિઝુમેબ (tocilizumab injection) નામનું ઇન્જેક્શન છે. તેની અસરકારકતા વધુ છે. તેનુ મોટાપ્રમાણમાં ઉપયોગ કરવાની શરૂઆત કરી છે. ગંભીર હાલતના દર્દીઓઓ માટે આ કિંમતી ઈન્જેક્શનનો ઉપયોગ થાય છે. પરંતુ જમીની સ્તર પર આ ઈન્જેક્શનની માંગ ખુબજ હોવાથી તે દર્દીઓને ઉપલબ્ધ નથી, મોટા ભાગનાં ડોક્ટરો જરૂરિયાત ના હોય તો પણ આ ઈન્જેક્શન દર્દીઓને લખી આપે છે. પરંતુ ઉપલબ્ધતા ના હોવાથી શહેરમાં અત્યારે અફડાતફડી મચી ગઈ છે.
આ પ્રકારનાં ઇન્જેક્શન સુરત શહેરનાં ખાનગી મેડિકલ સ્ટોરમાં ઉપલબ્ધ નથી માત્ર સ્વીમેર અને સિવિલમાં જ મળે છે, પરંતુ જ્યાંથી મળે ત્યાંથી મનફાવે એવા ભાવ લઈ રહ્યા છે, આ ઈન્જેક્શનનાં વિતરણમાં વ્યવસ્થા રહે એ હેતુથી ટાઈગર ફોર્સ દ્વારા આજે જિલ્લા કલેક્ટરશ્રી, કમિશ્નરશ્રી અને આરોગ્યમંત્રી ને જાણ કરી આવેદનપત્ર અપાયું છે અને તંત્ર દ્વારા આ વિશે જાહેરનામું બહાર પાડવામાં આવે અને આ વિષય ઉપર પ્રજાને માહિતગાર કરી શકે જેથી ખોટી અવ્યવસ્થા ના ફેલાય એવી માંગણી કરાઈ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news