રશિયા યુક્રેન યુદ્ધનો આજે નવમો દિવસ છે. સમગ્ર દુનિયાની નજર રશિયા અને યુંક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ પર છે. યુંક્રેનમાં ખુબ નુકસાન થયું છે તો, સાથે સાથે રશિયન અને યુંક્રેન સૈનિકોના મોતના સમાચાર પણ સામે આવી રહ્યા છે. યુક્રેન પર આક્રમણ કરવાના નિર્ણયના કારણે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વિશ્વમાં એકલા પડી રહ્યા છે.
આજે સૌં કોઈ પુતિનના આવા વલણથી નારાજ છે. ત્યારે મોસ્કોના એક મોટા ગજાના ઉદ્યોગપતિએ કહ્યું કે, રશિયા દ્વારા યુક્રેન પર હુમલાઓ કરવામાં આવી રહ્યા છે, ત્યારે આ બધા વચ્ચે મોસ્કોના પ્રખ્યાત બિઝનેસમેન એલેક્સ કોનાનીખિનએ પુતિનની ધરપકડ કરનારાને કરોડો રૂપિયાનું ઈનામ આપવાની જાહેરાત કરી છે. કોનાનીખિનના કહેવા પ્રમાણે જો કોઈ વ્યક્તિ રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની ધરપકડ કરશે તો પોતે તેને 7.5 કરોડ રૂપિયાનું ઈનામ આપશે.
રશિયન ઉદ્યોગપતિ એલેક્સ કોનાનીખિને લિંકડિન પર આ પોસ્ટ કરી છે. આ પોસ્ટની સાથે જ વ્લાદિમીર પુતિનનો ફોટો પણ લગાવ્યો છે અને લખ્યું છે કે, જીવિત કે મૃત. તેમણે પોસ્ટમાં લખ્યું હતું કે, ‘હું વચન આપું છું કે, કોઈ પણ વ્યક્તિ પોતાની બંધારણીય ફરજનું પાલન કરશે તથા પુતિનની એક યુદ્ધ અપરાધી તરીકે રશિયન અને આંતરરાષ્ટ્રીય કાયદા અંતર્ગત ધરપકડ કરશે તેને હું 10 લાખ ડોલર આપીશ.’
એલેક્સ કોનાનીખિને એવું પણ જણાવ્યું હતું કે, ‘પુતિન રશિયાના રાષ્ટ્રપતિ નથી. તેમણે સ્પેશિયલ ઓપરેશન અંતર્ગત રશિયાના અનેક એપાર્ટમેન્ટ, બિલ્ડિંગ ઉડાવી દીધા. ત્યારબાદ તેમણે ઈલેક્શન લેટ કરાવ્યા, બંધારણનું ઉલ્લંઘન કર્યું, તેમણે પોતાના વિરોધીઓની હત્યા કરાવી.’ વધુમાં કહેતા જણાવ્યું કે, ‘રશિયાના નાગરિક હોવાના નાતે આ મારૂં નૈતિક કર્તવ્ય છે કે, રશિયાને નાઝીવાદ અને તેના પ્રભાવમાંથી છુટકારો અપાવવા માટે હું મદદ કરૂં’ -એલેક્સ કોનાનીખિન
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.