નવસારી(ગુજરાત): આજકાલ અવારનવાર અસામાજિક તત્વો લૂંટ ચલાવતા હોય છે. તમે વારંવાર સાંભળતા હશો અથવા કે કોઈ માધ્યમ દ્વારા તમે જોતા હશો કે, આ જગ્યા પર અજાણ્યો શખ્સ મહિલાના ગળામાં રહેલ ચેઇન લઈને ફરાર થઈ જાય અથવા તો મોબાઈલ લુટ થતી ઘટના પણ સાંભળી હશે. આ પરથી કહી શકાય કે શું આ લુખ્ખા તત્વોને પોલીસનો ડર જ નથી રહ્યો? હવે તો તસ્કરોએ મંદિરો કે મસ્જિદોને પણ નથી મુક્યા.
હાલમાં નવસારી શહેરમાં આવેલી મસ્જિદમાં બપોરના સમયે કોઈ નહીં હોય ત્યારે દાનપેટીના તાળા તોડી પૈસા લઈ તસ્કરો ફરાર થઇ ગયો હતો. પરંતુ, સીસીટીવીમાં તસ્કર કેદ થઇ ગયો હતો. જાણવા મળ્યું છે કે, છેલ્લા 20 દિવસમાં 5 મસ્જિદના દાનપેટીના તાળા તોડી નાણાં ચોરાઈ જવાની ઘટના બની છે. આ બાબતે કાગદીવાડ મસ્જિદના ટ્રસ્ટીઓ દ્વારા ટાઉન પોલીસમાં લેખિતમાં ફરિયાદ આપી કાર્યવાહી કરવા રજૂઆત કરવામાં આવી હતી. નવસારીમાં કાગદીવાડમાં આવેલ મસ્જિદે હમજાના ટ્રસ્ટીઓએ ટાઉન પોલીસ મથકે અરજી આપી હતી.
અરજીમાં જણાવ્યું છે કે, 19મીને ગુરૂવારે બપોરના સુમારે મસ્જિદમાં મુકેલી દાનપેટીનું તાળું તોડી તસ્કર તેમાંથી આશરે 6 હજાર જેટલી રકમ લઈને ફરાર થઇ ગયો હતો. નવસારી શહેરમાં આવેલી 5 જેટલી મસ્જિદમાં છેલ્લા 20 દિવસમાં દાનપેટી તોડી તેમાં મુકેલા નાણાં ચોરાઈ જવાની ઘટના બની છે. મસ્જિદોમાં મુકવામાં આવેલા સીસીટીવીમાં દાનપેટી તોડી જનાર તસ્કર દેખાઇ રહ્યો છે. જેની માહિતી પણ પોલીસને આપવામાં આવી હતી. આ બાબતે લેખિતમાં અરજી આપી ચોરીની ઘટના અટકે તે માટે તપાસ કરવા અપીલ પણ કરવામાં આવી હતી.
નવસારી શહેરમાં આવેલી 5 મસ્જિદના દાનપેટીમાં થયેલ ચોરી બાબતે સીસીટીવીમાં અમે જોયું તેમાં એક છત્રી લઈને આવેલ વ્યક્તિ બપોરે ઝારાવાડ અને કલાક બાદ કાગદીવાડની મસ્જિદની દાનપેટીમાંથી નાણાં કાઢી લઈ જતો નજરે ચડ્યો હતો. જેથી આ અંગે પોલીસને ધાર્મિક સ્થાનોમાં ચોરી કરનાર સામે ઝડપથી કાર્યવાહી થાય તે માટે અમે રજૂઆત કરી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.