ગુજરાત રાજ્યમાં બળાત્કારની ઘટનાઓમાં ભરખમ વધારો થઈ રહ્યો છે. દરેક બળાત્કારીને કોઈ પણ કાયદો અને પોલીસનો ડર ન રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. અને હાલ માં જ સુરત શહેરમાં બળાત્કારણી ઘટના સામે આવી છે. સુરતમાં એક યુવકે સગીરાનું અપહરણ કરીને તેની સાથે દુષ્કર્મ ગુજારીને પરિવારની સામે એક અનોખી શરત મૂકીને સગીરાને છોડી દીધી હતી. આ ઘટના મામલે સગીરાએ યુવક સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
મળેલ રિપોર્ટ મુજબ સુરતમાં ચોક બજાર વિસ્તારમાં રહેતી એક સગીરાની માતાના માનીતા ભાઈના ભત્રીજા જયદીપ નામના યુવકને આ યુવતી પસંદ હતી. જયદીપ તેના કાકાની સાથે અવારનવાર સગીરાના ઘરે આવતો હોવાથી તે સગીરાને સારીરીતે ઓળખતો હતો પરંતુ યુવતી તેને ભાઈ માનતી હતી. થોડા દિવસ પહેલા જયદીપે આ યુવતીને ફોન કરીને કહ્યું હતું કે, તું મને ગમે છે અને મારે તારી સાથે લગ્ન કરવા છે. જયદીપની વાત સાંભળીને યુવતીએ તેને ભાઈ માનતી હોવાનું કહીને ઘણું સમજાવ્યો હતો.
સગીરાના ખુબ સમજાવ્યા પછી પણ જયદીપ માનવા તૈયાર ન હોતો અને તેને સગીરાને પામવા માટે એક માસ્ટરપ્લાન બનાવ્યો. જયદીપે સગીરાને ફોન કરીને તેની ઘરની બહાર મળવા આવવા માટે કહ્યું અને જો સગીરા મળવા નહીં આવે તો તે તેના ભાઈને મારી નાંખશે તેવી ધમકી પણ આપી હતી. જયદીપની ધમકીથી ડરીને સગીરા તેના મળવા માટે ગઈ હતી. સગીરા જ્યારે જયદીપને મળવા ગઈ ત્યારે જયદીપ સગીરાનું અપહરણ કરીને તેને કારમાં પાટણ પોતાના વતનમાં લઇ ગયો હતો અને પાટણમાં સગીરાની સાથે પાંચ-પાંચ વખત દુષ્કર્મ કર્યું હતું. પોતાની જ બહેન સાથે જયદીપે પાંચ-પાંચ વખત દુષ્કર્મ આચર્યું હતું.
અપહરણ કર્યા પછી જયદીપે સગીરાના પરિવારના સભ્યોને ફોન કરીને જણાવ્યું હતું કે, તમારી દીકરી મારી પાસે છે અને તમે દીકરીના 18 વર્ષ પુરા થયા પછી તેના લગ્ન મારી સાથે કરાવવાનો એગ્રીમેન્ટ કરી આપો તો દીકરીને તમને સોંપી દઈશ. સગીરાને પરત મેળવવા માટે પરિવારના સભ્યોએ જયદીપની તમામ વાતો માની લીધી હતી અને ત્યારબાદ રાત્રીના સમયે તે સગીરાના ઘરની બહાર મૂકીને કઈ ફરાર થઇ ગયો હતો.
ખુબ જ ડરેલી હાલતમાં સગીરાએ જયદીપે તેની સાથે કરેલા કૃત્યની પરિવારના સભ્યોને જાણ કરતા તેમને તાત્કાલિક ચોક બજાર પોલીસ સ્ટેશનમાં જયદીપની સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે સગીરાના પરિવારના સભ્યોની ફરિયાદના આધારે જયદીપ સામે ગુનો દાખલ કરીને તેના મોબાઈલ લોકેશનના આધારે તેની ધરપકડ કરી હતો અને તેની સામે પોક્સો અને બળાત્કારનો ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી શરૂ કરી દીધી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news
તમે અમને વોટ્સેપ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.