Brother and sister die in Madhya Pradesh: સાગર(Sagar) માં તેના પિતરાઈ બહેનના મૃત્યુથી દુઃખી, ભાઈ તેની ચિતા પર સૂઈ ગયો. બહેનનું કૂવામાં પડવાથી મોત થયું હતું. આ ખબર મળતાં જ 430 કિમી દૂર ધારથી તેનો પિતરાઈ ભાઈ ઘરે આવ્યો હતો. તે સીધો સ્મશાન ઘાટ જ ગયો હતો. ત્યાં જઈ સળગતી ચિતાને પગે લાગીને તેના ઉપર સૂઈ ગયો હતો. આ પછી તેને હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો, પરંતુ હોસ્પિટલ પહોંચે તે પહેલા જ તેનું મોત નીપજ્યું હતું. બાદમાં બહેનની ચિતા પાસે જ ભાઈના અંતિમ સંસ્કાર(Brother and sister die in Madhya Pradesh) કરવામાં આવ્યા હતા.
મળતી માહિતી મુજબ, આ મામલો સાગર જિલ્લાના બહેરિયા પોલીસ સ્ટેશન વિસ્તારના મજગવાન ગામનો છે. એવું કહેવામાં આવ્યું હતું કે મજગવાં ગામની રહેવાસી જ્યોતિ ઉર્ફે પ્રીતિ ડાંગી ગુરુવારે સાંજે ગુમ થઈ ગઈ હતી. બીજા દિવસે શુક્રવારે સવારે ગામમાં જ કૂવામાંથી જ્યોતિની લાશ મળી આવી હતી. પોલીસે જિલ્લા હોસ્પિટલમાં પીએમ કરાવી લાશને સ્વજનોને સોંપી હતી. પરિવારે ગામમાં પહોંચીને સાંજે છ વાગ્યે જ્યોતિના અંતિમ સંસ્કાર કર્યા હતા.
આ દરમિયાન ધાર જિલ્લામાં રહેતા ઉદય સિંહના 21 વર્ષીય પુત્ર કરણ સિંહને જ્યારે આ વાતની જાણ થઈ તો તે તેની પિતરાઈ બહેનના મૃત્યુથી તે ચોંકી ગયો. તે 500 કિમી દૂર ધારથી બાઇક લઈને મજગવાન પહોંચ્યો હતો. પરંતુ ઘરે ગયા વિના જ તે સીધો જ જ્યોતિના અગ્નિસંસ્કારની જગ્યાએ ગયો. ચિત્તા હજુ સંપૂર્ણ પાને ઠંડી થઈ નહોતી અને ભાઈ તેની ચિતા પર સૂઈ ગયો.
આસપાસના લોકોએ આ સમાચાર તેના પરિવારના સભ્યોને આપ્યા અને તેને ચિતામાંથી બહાર કાઢ્યો. પરંતુ તે ગંભીર રીતે દાઝી ગયો હતો. તેને સારવાર માટે જિલ્લા હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યો હતો, ત્યારે રસ્તામાં તેનું મોત થઈ ગયું. રવિવારે બપોરે, કરણના અંતિમ સંસ્કાર તેની પિતરાઈ બહેનના અંતિમ સંસ્કારની બાજુમાં કરવામાં આવ્યા હતા.
બંનેનાં મોતની તપાસ ચાલુ:
પોલીસ સ્ટેશન બહેરિયાના ઈન્સ્પેક્ટર દિવ્ય પ્રકાશ ત્રિપાઠીએ જણાવ્યું હતું કે 21 વર્ષની જ્યોતિ ઉર્ફે પ્રીતિ કૂવામાંથી પાણી ભરતી હતી. એ સમયે પગ લપસવાથી કૂવામાં પડી અને તેનું મોત થયું છે. ત્યાર પછી તેનો પિતરાઈ ભાઈ કરણ ધારથી મઝગુંવા ગામ પહોંચ્યો અને બહેનની સળગતી ચિતા પર સૂઈ ગયો. પરિણામે, તે ગંભીર રીતે દાઝી જવાના કારણે તેનું મોત થયું છે. પોલીસ બંનેનાં મોતની તપાસ કરી રહી છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube