ભાભી સાથે સંબંધ બનાવવા માંગતો હતો દિયર, ન માની તો બે વર્ષના….

Devar Bhabhi News: યુપીના લખીમપુર ખીરી જિલ્લામાં એક દિયર પોતાની ભાભીના બે વર્ષના દીકરાને છરા વડે કાપી નાખ્યો છે. માસુમ બાળકનું ખૂન કર્યા બાદ તે જાતે જ પોલીસ સ્ટેશન પહોંચી ગયો હતો અને પોતાની જાતને પોલીસને સોંપી દીધી હતી. ઘટનાને અંજામ આપવા (Devar Bhabhi News) પાછળનું કારણ સામે આવ્યું છે તે સાંભળીને દરેક વ્યક્તિ દંગ રહી ગયા છે.

હકીકતમાં સમગ્ર મામલો લખીમપુર ખીરી જિલ્લાના નિધાસન પોલીસ સ્ટેશન વિસ્તારના એક કસબાનો છે. જ્યાં દારૂના નશામાં અનિલ પોતાની ભાભી પર ખરાબ નજર રાખતો હતો. તે તેની સાથે સંબંધ બનાવવા માંગતો હતો. જ્યારે તેણે તેનો વિરોધ કર્યો તો તેને ધમકી દેતા કહ્યું કે આનો પરિણામ ખૂબ ખરાબ આવશે.

બીજા દિવસે સવારે અનિલે પોતાના ભાઈ-ભાભીના બે વર્ષના દીકરા હિમાંશુને ચોકલેટ આપવાની લાલચે ઘરની બહાર લઈ ગયો. પરંતુ લગભગ 200 મીટર દૂર ગયા બાદ શેરડીના ખેતરમાં હિમાંશુને છરા વડે કાપી હત્યા કરી દીધી અને પછી એ છરો લઈ પોલીસ સ્ટેશન પહોંચી ગયો અને પોલીસને બધી વાત જણાવી. આના પહેલા તેણે હત્યા કરવાની જાણકારી પોતાના સગાભાઈ કૌશલને ફોન પર આપી હતી. અનિલે કહ્યું હતું કે તારો દીકરો હવે આ દુનિયામાં નથી. આ વાત સાંભળી પિતા કૌશલ અને માતાની રડીને હાલત ખરાબ થઈ ગઈ છે. તેઓ પણ ઝડપથી પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા.

તેમજ પોલીસમાં હથિયાર લઈને પહોંચે આરોપી અનિલે બે વર્ષના ભત્રીજાની હત્યા કરી તેની આખી સ્ટોરી કહી તો પોલીસ પણ દંગ રહી ગઈ હતી. પોલીસ ટીમે આરોપીને તાત્કાલિક ગામથી લગભગ ૨૦૦ મીટર દૂર શેરડીના ખેતરમાં લઈ ગયા જ્યાં બાળકની લાશ પડી હતી. ત્યારબાદ પોલીસે તેની ધરપકડ કરી હતી.

પોલીસ સ્ટેશનના લેસી ઇન્સ્પેક્ટર મહેક શર્માએ જણાવ્યું કે 24 વર્ષે અનિલ પોતાના ભત્રીજા હિમાંશુની છરા વડે હત્યા કરી દીધી છે. છોકરાનું શરીર ખેતરમાંથી કબજે કરવામાં આવ્યું છે. પંચનામાની કાર્યવાહી કર્યા બાદ પોસ્ટમોર્ટમ માટે લાશને મોકલી દેવામાં આવી છે. વધુ તપાસ કર્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. હાલ અમે આરોપીની ધરપકડ કરી છે.