Brother killed sister, Haryana: એક યુવતીની હત્યાનો ધ્રુજાવી દેતો મામલો સામે આવ્યો છે. આ હત્યા કોઈ બીજાએ નહિ પરંતુ પોતાના જ લાડકા ભાઈએ કરી હતી. કહેવામાં આવી રહ્યું છે કે, મોટી બહેને નાના ભાઈને મોબાઈલ મુકીને ભણવા કહ્યું તો, ગુસ્સે ભરાયેલા ભાઈએ બહેનનું ગળું દબાવીને હત્યા (Brother killed sister) કરી નાખી. આ ઘટના સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બની છે.
પોલીસે આરોપીની ધરપકડ કરીને આ મામલે તપાસ શરૂ કરી છે. પોલીસે જણાવ્યું કે, 19 વર્ષીય પ્રિયાંશુએ તેની બહેનનું ગળું દબાવ્યું હતું. આ પછી તે સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. મૃતક યુવતીના પિતાએ જણાવ્યું કે, તેઓ તેમની પત્ની સાથે ઉત્તર પ્રદેશમાં લગ્ન સમારોહમાં હાજરી આપવા ગયા હતા. જ્યારે તે ઘરે પરત આવ્યા ત્યારે પુત્રી મૃત અવસ્થામાં પડી હતી. પુત્ર પ્રિયાંશુ પણ ઘરેથી ગુમ હતો.
બહેન અભ્યાસ માટે દબાણ કરતી હતી- આરોપી
આ પછી તેણે પોલીસ સ્ટેશનમાં FIR નોંધાવી. આ કેસની તપાસ કરતી વખતે પોલીસે આરોપી પ્રિયાંશુની ધરપકડ કરી હતી. આરોપીએ પોલીસને જણાવ્યું કે તેની મોટી બહેન તેના પર ભણવા માટે સતત દબાણ કરતી હોવાથી તે નારાજ રહેતો હતો. મોટી બહેન નાના ભાઈને સતત મોબાઈલ જોવાની ના પડતી હતી.
આરોપીને 3 દિવસના રિમાન્ડ પર લેવામાં આવ્યો
ગત 24 તારીખે બહેને પ્રિયાંશુને મોબાઈલ મુકીને ભણવા કહ્યું. આ વાત પર તેને ગુસ્સો આવ્યો અને ગુસ્સામાં તેણે તેની બહેનનું ગળું દબાવી દીધું. પોલીસે આરોપીઓને કોર્ટમાં રજૂ કરી ત્રણ દિવસના રિમાન્ડ પર લીધા છે, જ્યાંથી પૂછપરછ હાથ ધરી છે. જણાવી દઈએ કે છેલ્લા ચાર દિવસમાં આ બીજી ઘટના છે. અગાઉ એક મોટી બહેને તેના સગીર નાના ભાઈની હત્યા કરી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.