જે વ્યક્તિની હત્યાના આરોપમાં ભાઈએ જેલની સજા કાપી, 17 વર્ષ બાદ નીકળ્યો જીવતો

Bihar News: બિહારના રોહતાસતીથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીંયા જે વ્યક્તિની હત્યાના આરોપમાં પિત્રાઈ ભાઈઓએ જેલી સજા (Bihar News) કાપી હતી, તે વ્યક્તિ 17 વર્ષ બાદ જીવતો મળ્યો હતો. આ ઘટના સામે આવ્યા બાદ પોલીસ પણ આશ્ચર્ય પામી ગઈ છે અને વિસ્તારમાં ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.

17 ડિસેમ્બર 2008ના રોજ નથુની અચાનક ગાયબ થઈ ગયો હતો. ત્યારે મામા બાબુલાલ પાલએ આરોપ લગાવ્યો હતો કે કાકા અને તેના દીકરાઓએ તેના છોકરાનું અપહરણ કરી હત્યા કરી નાખી છે. આ મામલે વિમલેશ, ભગવાન, અને સત્યેન્દ્રને આઠ મહિના જેલમાં રહેવું પડ્યું હતું.

હવે રોહતાસ પોલીસના જણાવ્યા અનુસાર નથુની યુપીના જાંસી સ્થિત ધવારા ગામથી મળી આવ્યો છે. પોલીસ અધિકારી ચંદ્રશેખર વર્માએ જણાવ્યું કે નથુનીને લાવવા માટે ટીમ મોકલવામાં આવી છે. આ ઘટના અગોઠી પોલીસ સ્ટેશન વિસ્તારના દેવરીયા ગામની છે.

મામાની ફરિયાદ બાદ કાકા અને પરિવારની મુશ્કેલી વધી
રોહતાં જિલ્લાના અકોઠી પોલીસ સ્ટેશન વિસ્તારના દેવરીયા ગામમાં રહેતા ૫૦ વર્ષથી નથુની પાલ ઝાંસીના એક ગામમાં એક ખેડૂતના ઘરે છેલ્લા છ મહિનાથી રહેતો હતો. તે ખેડૂત ધર્મદાસ સાથે કામ કરતો હતો. સોમવારના રોજ પોલીસ સ્ટેશનના અધિકારીએ પેટ્રોલિંગ દરમિયાન તેને કફોડી અવસ્થામાં જોયો. તેમને શંકા જતા પૂછપરછ કરતા નથુની પોતાના ગામનું સરનામું આપ્યું ત્યારબાદ પોલીસ સ્ટેશનના પ્રભારીએ બિહારના પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો.

બિહાર પોલીસે જણાવ્યું કે નથુની પાલ 17 ડિસેમ્બર 2008થી ગુમ છે અને તેની હત્યાનો કેસ નોંધવામાં આવ્યો હતો. નથુની પાલના ગાયબ થતાં જ તેના મામા બાબુલાલે તેના કાકા રતિ પાલ અને તેના ચાર છોકરાઓ વિરુદ્ધ હત્યાનો આરોપ લગાવ્યો હતો. પોલીસે આ તમામ લોકોની ધરપકડ કરી અને સાત થી આઠ મહિના સુધી જેલમાં બંધ કર્યા હતા. ત્યારબાદ આ પરિવારને ખૂબ મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો હતો. આ દરમિયાન તેના કાકાનું મૃત્યુ પણ થઈ ગયું હતું.

નથુની પાલની જીવિત હોવાના સમાચાર સાંભળી હત્યાના આરોપી તેના ભાઈઓ ઝાંસી પહોંચ્યા હતા. નથુનીને જોઈને તેઓ રડવા લાગ્યા. તેમણે કહ્યું કે અમે સજા ભોગવી ચુક્યા છીએ અને અમારા પિતાએ આ ઘટનાની તકલીફમાં પોતાનો જીવ ગુમાવી દીધો.

17 વર્ષ બાદ નથુનીનું આ પ્રકારે જીવતું હોવું અને ઝાંસીમાં રહેવું ઘણા સવાલ ઊભા કરે છે. આટલા વર્ષો સુધી પોતાના પરિવાર સાથે સંપર્ક કેમ ન કર્યો? શું તે પોતાની મરજીથી ગાયબ થયો હતો કે તેની પાછળ કોઈ કારણ છે? પોલીસ હવે આ સવાલનો જવાબ શોધી રહી છે. આ ઘટનાએ આખા રાજ્યમાં ચર્ચાનો માહોલ જામ્યો છે. આ ઉપરાંત આ કિસ્સો ભારતની ન્યાય પ્રણાલી પર પણ સવાલ ઊભા કરે છે.