વરાછામાં બરોડા પ્રિસ્ટેજન નજીક બીઆરટીએસ રૂટ ફરી લોહીયાળ બન્યો હતો. રસ્તો ક્રોસ કરી રહેલા આધેડ બસની અડફેટે આવી જતાં મોતને ભેટ્યાં હતાં. એક્સિડન્ટ બાદ લોકોના ટોળા એકઠા થઈ જતાં બસના ડ્રાઈવરને પોલીસ હવાલે કરાયો હતો. સમગ્ર મુદ્દે કાપોદ્રા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આધેડ રાજસ્થાનથી ખબર અંતર પૂછવા આવેલા
રાજસ્થાનના બાંસવાડામાં રહેતા મનીષ જૈન(ઉ.વ.આ.40થી45)ના તેમના સાળાને બરોડા પ્રિસ્ટેજથી આગળ હોસ્પિટલમાં દાખલ કર્યા હોવાથી ખબર અંતર પૂછવા કાર લઈને આવ્યાં હતાં. હોસ્પિટલમાંથી નીચે આવ્યા ત્યારે તેમની કાર રોડ પર નહોતી. આથી તેમણે આસપાસ પૂછપરછ કરી તો જાણવા મળ્યું કે કારને ટો કરી દેવામાં આવી છે. જેથી તેઓ રિક્ષામાં બેસીને કાર છોડાવવા માટે જવા નીકળ્યા એ દરમિયાન રસ્તો ક્રોસ કરતી વખતે જ બીઆરટીએસ(જીજે 05 બીએક્સ 8744)ની અડફેટે આવી ગયાં હતાં.
ટૂંકી સારવાર દરમિયાન મોત
મનીષ જૈનનું બસની અડફેટે આવી જતાં માથું રોડ પર અફડાયું હતું. જેથી માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. સ્થાનિક લોકોએ મનીષ જૈનને સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડ્યાં હતાં. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. રાજસ્થાનમાં પ્રોપર્ટીના કામકાજ સાથે સંકળાયેલા મનીષ જૈનના મૃતદેહને પીએમ બાદ વતન રાજસ્થાન લઈ જવાશે. તેમના પરિવારમાં બે સંતાનો અને માતા પિતા તથા પત્ની હોવાનું જાણવા મળ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.