ભારતીય શેરબજારમાં તેજી- સોમવારે બજાર ખુલતાની સાથે જ BSE આસમાને, જાણો લેટેસ્ટ પરિસ્થિતિ

આંતરરાષ્ટ્રીય બજાર(International market)ના સમર્થન વચ્ચે, આ ટ્રેડિંગ સપ્તાહના પહેલા દિવસે સોમવાર 4 એપ્રિલ(April)ના રોજ સ્થાનિક શેરબજારે (Stock market)સારી શરૂઆત કરી. આજે સેન્સેક્સ અને નિફ્ટી(Sensex and Nifty)માં જોવા મળી રહી છે. આજે સેન્સેક્સની શરૂઆત 59,764થી થઇ હતી અને બજાર ખુલતાની સાથે જ તે 59,900 ને પાર કરી ગયો હતો. તેમજ નિફ્ટીની શરૂઆત 17,809 પર થઈ હતી અને નિફ્ટીએ શરૂઆતના કારોબારમાં જ 17,900ની સપાટી વટાવી હતી.

સેન્સેક્સ 1013 અંક એટલે કે 1.71 ટકાના ઉછાળા સાથે 60290 ના સ્તર પર કારોબાર કરી રહ્યો છે. બીજી તરફ નિફ્ટી 265.40 પોઈન્ટ અથવા 1.50 ટકાના ઉછાળા સાથે 17935.85 પર ટ્રેડ કરી રહ્યો છે. બીએસઈમાં આજે શરૂઆતમાં કુલ 1966 કંપનીઓમાં ટ્રેડિંગ શરૂ થયું હતું, જેમાંથી લગભગ 1520 શેર્સ ઉછાળા સાથે અને 323 ઘટાડાની સાથે ખૂલ્યા હતા. તેમજ 123 કંપનીઓના શેરના ભાવ વધ્યા કે ઘટાડ્યા વિના ખુલ્યા. આ ઉપરાંત આજે 75 શેર 52 સપ્તાહની ટોચે અને 4 શેર 52 સપ્તાહની નીચી સપાટીએ ટ્રેડ થઈ રહ્યા છે.

જ્યારે સવારથી 208 શેરમાં અપર સર્કિટ અને 48 શેરમાં લોઅર સર્કિટ છે.આજે બજાર ખુલતા પહેલા સમાચાર આવ્યા હતા કે HDFC અને HDFC બેંકનું મર્જર થઈ રહ્યું છે. HDFC શેરધારકોને HDFC બેંકના 42 શેર મળશે. મર્જરના સમાચારને કારણે એચડીએફસી અને એચડીએફસી બેંકના મર્જરના સમાચારને પગલે તેમના શેરમાં જોરદાર ઉછાળો આવ્યો છે. HDFC બેંક 2 વર્ષમાં સૌથી મોટી તેજી સાથે બિઝનેસ કરી રહી છે.

તમને જણાવી દઈએ કે આ પહેલા નવા નાણાકીય વર્ષના પહેલા દિવસે શુક્રવારે શેરબજાર જોરદાર વધારા સાથે બંધ થયું હતું. BSE સેન્સેક્સ 708 પોઈન્ટ ઉછળીને 59,277ના સ્તર પર બંધ થયો હતો. જ્યારે NSE નિફ્ટી ઈન્ડેક્સ 205 પોઈન્ટ વધીને 17,670 પર બંધ થયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *