હવે તો ગુજરાત તેમજ રાજસ્થાનને અડીને આવેલ પાકિસ્તાનની સરહદ પાસેથી પણ ઘૂસણખોરીનો પ્રયત્ન કર્યાની પ્રથમ ઘટના બની છે. જો, કે BSFનાં જવાનોએ આ પ્રયત્નને નિષ્ફળ કરતાં પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર પણ માર્યો છે. શુક્રવારની મોડી રાત્રે કચ્છ સરહદ પાસે એક શખ્સ આંતરરાષ્ટ્રીય સરહદને પાર કરતો પણ જોવાં મળ્યો હતો.
BSFના જવાનોએ તેને રોકવા માટે પ્રયત્ન પણ કર્યો હતો પણ ઘૂસણખોર ફ્રરાર થઈ ગયો હતો તેમજ ઝાડની પાછળ છુપાઈ પણ ગયો હતો. BSFનાં જવાનોએ ફાયરિગ પણ કર્યું હતું, જેમાં તેનું મોત પણ થયું હતું. આ ઘટના સમયે પાકિસ્તાન બાજુથી ઘણી હિલચાલ પણ જોવાં મળી હતી. આ ઘૂસણખોર અંગેની જાણકારી BSFએ પાકિસ્તાનની પાસેથી પણ માંગી છે.
આની પહેલા દિવસ દરમિયાન પણ ઘૂસણખોરી કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. એને પણ જવાનોએ નિષ્ફળ બનાવ્યો હતો. જો, કે ગુજરાત તેમજ રાજસ્થાનની સરહદને અડી આવેલ પાકિસ્તાનની આ સરહદની પાસે આવી રીતે પ્રથમ વખત રાત્રીનાં સમયે પણ ઘૂસણખોરી જોવાં મળી હતી.
સ્વતંત્રતા દિવસને લઇને પાકિસ્તાન સરહદ પર BSF હાઈએલર્ટ પર રહ્યું છે, ત્યારે જ ઘૂસણખોરીનો પ્રયત્ન કરવામાં આવતાં BSF વધુ સતર્ક પણ બન્યું છે.BSFની યાદીમાં જણાવવામાં આવ્યું હતું, કે ગુજરાત-રાજસ્થાન બોર્ડર ખુબ જ સંવેદનશીલ છે.
પહેલાં પાકિસ્તાનીઓ દ્વારા દિવસ દરમિયાન પણ હાલચાલ કરવાની આવી ઘટના બની છે, પણ રાત્રિનાં અંધકારમાં ગુજરાત-રાજસ્થાનની આ બોર્ડરને પાર કરવાનો આ પ્રથમ પ્રયત્ન છે. હાલમાં તો 15 ઓગસ્ટ પણ આવી રહી છે એટલે આમ પણ BSF દ્વારા બધી જ સરહદો પર પેટ્રોલિંગ ઘણું સઘન પણ બનાવાયું છે.
એમાં પણ ગુજરાત-રાજસ્થાન બોર્ડરમાં રાત્રિનાં સમય પર તારબંધીને ઓળંગીને ઘૂસણખોરી કરવાનો પણ પાકિસ્તાની તરફથી આ પ્રથમ જ પ્રયત્ન કરવામાં આવ્યો હતો. આ એક નવી જ મોડસ ઓપરેન્ડી પણ હોઈ શકે છે. જેને લક્ષ્યમાં રાખીને આવનાર દિવસોમાં આ સરહદ પર પહેરો પણ વધુ ચુસ્ત બનાવાશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટસએપ માં સમાચાર મેળવવા નીચેની લીંક પર ક્લિક કરીને અમારા ગ્રુપ માં જોઈન થઇ જાઓ.: https://chat.whatsapp.com/E2pD11wP9KrCPLydKPZuJP