Budget 2024 Live: નાણામંત્રી નિર્મલા સીતારમણ 23 જુલાઇના રોજ બજેટ રજૂ કરશે. આ વખતે બજેટમાં ખેડૂતો માટે મોટી જાહેરાતો થાય તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. સરકાર પીએમ કિસાન, કિસાન સન્માન નિધિ યોજના, કિસાન ક્રેડિટ કાર્ડ અને પીએમ(Budget 2024 Live) કુસુમ યોજના અંગે મહત્વની જાહેરાતો કરી શકે છે. એમએસપીની કાયદેસર ગેરંટી માટે ખેડૂત સંગઠનોની સતત માંગ અને પંજાબના ખેડૂત સંગઠનોની જાહેરાત પછી ટેકાના ભાવે વધુ પાક ખરીદવા માટે બજેટમાં વધુ રકમ ફાળવવામાં આવી શકે છે.
ખેડુતોને મોટી ભેટ
લોકસભાની ચૂંટણીમાં ભાજપની આગેવાની હેઠળના એનડીએને ગ્રામીણ વિસ્તારોમાં અપેક્ષિત સમર્થન મળ્યું ન હતું. હરિયાણા અને રાજસ્થાનમાં ભાજપને મોટો ઝટકો લાગ્યો છે. જેને ધ્યાનમાં રાખીને હવે એવી અપેક્ષા રાખવામાં આવે છે કે નાણામંત્રી ગ્રામીણ વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવતી યોજનાઓ માટે બજેટમાં બજેટની ફાળવણી પણ વધારી શકે છે.
પીએમ કિસાન સન્માન નિધિ-
મોદી સરકારની આ મહત્વાકાંક્ષી યોજનાએ ભાજપને ખેડૂતોમાં જગ્યા બનાવવામાં ઘણી મદદ કરી હોવાનું માનવામાં આવે છે. વર્ષ 2019માં શરૂ થયેલી પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની રકમમાં એકવાર પણ વધારો કરવામાં આવ્યો નથી. હાલમાં ખેડૂતોને વર્ષમાં 6 હજાર રૂપિયા મળે છે. બજેટમાં સરકાર તેને વધારીને 8,000 રૂપિયા પ્રતિ વર્ષ કરી શકે છે.
કિસાન ક્રેડિટ કાર્ડ-
હાલ કિસાન ક્રેડિટ કાર્ડ હેઠળ 7% વ્યાજ દરે 3 લાખ રૂપિયા સુધીની કૃષિ લોન ઉપલબ્ધ છે, જેમાં 3%ની સબસિડીનો સમાવેશ થાય છે. એટલે કે ખેડૂતોને આ લોન 4% વ્યાજ દરે મળે છે. મોંઘવારી અને કૃષિ ખર્ચમાં વધારાને જોતા સરકાર લોન મર્યાદા 3 લાખ રૂપિયાથી વધારીને 5 લાખ રૂપિયા કરી શકે છે.
#WATCH वित्त मंत्री निर्मला सीतारमण ने कहा, “इस वर्ष कृषि और संबद्ध क्षेत्रों के लिए आवंटन 1.52 लाख करोड़ रुपये है।” pic.twitter.com/MebiuKE4Zz
— ANI_HindiNews (@AHindinews) July 23, 2024
બજેટ 2024: ખેડૂતો માટે કયા મોટા એલાન?#budget #farmer #khedut #budget2024 #nirmalasitharaman #nirmalasitharamanspeech #narendramodi #modibudget #vtvgujarati #vtvcard pic.twitter.com/cEH4BWmDgZ
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) July 23, 2024
પીએમ કુસુમ યોજના-
પ્રધાનમંત્રી કિસાન ઉર્જા સુરક્ષા અને ઉત્થાન મહાભિયાન (PM-KUSUM) યોજના હેઠળ સરકાર ખેડૂતોને 75 ટકા સબસિડી પર સોલર પંપ પ્રદાન કરી રહી છે. આ યોજના નાના ખેડૂતો માટે વરદાન સાબિત થઈ છે અને હવે તેમને તેમના પાકને તૈયાર કરવા માટે મોંઘા ભાવનું ડીઝલ બાળવાની જરૂર નથી. સરકાર પીએમ-કુસુમ યોજના હેઠળ સ્થાપિત સોલાર સિસ્ટમને કૃષિ સિવાય ઘરેલું ઉપયોગ માટે પણ મંજૂરી આપી શકે છે. ઉપરાંત, આ યોજના હેઠળ સબસિડીની રકમમાં પણ વધારો થાય તેવી આશા છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App