બજેટ 2024: બજેટમાં મહિલાઓ માટે 3 લાખ કરોડનું એલાન, જાણો શું કહ્યું બજેટસત્રના ભાષણમાં?

Union Budget 2024: કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ લોકસભામાં 2024-25નું સામાન્ય બજેટ રજૂ કરી રહ્યા છે. આ બજેટમાં યુવા, મહિલા અને ગ્રામીણ વિકાસની ઝલક જોવા મળી રહી છે. આ શ્રેણીમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે જાહેરાત કરી છે કે મહિલાઓના(Union Budget 2024) વિકાસ માટે 3 લાખ કરોડ રૂપિયાની સહાય આપવામાં આવશે.

તેમણે જાહેરાત કરી હતી કે કામકાજમાં મહિલાઓની ભાગીદારીને પ્રોત્સાહિત કરવા માટે દેશમાં કામ કરતી મહિલાઓ માટે હોસ્ટેલની સ્થાપના કરવામાં આવશે. આ સામાન્ય બજેટમાં કૌશલ્ય પ્રશિક્ષણને લઈને વિવિધ યોજનાઓની પણ જાહેરાત કરવામાં આવી છે. ઉપરાંત, સ્વ-રોજગારને પ્રોત્સાહન આપવા માટે MSME હેઠળ ઘણી યોજનાઓની જાહેરાત કરવામાં આવી છે.

કોરિડોરમાં ઓરવાકલ વિસ્તારના વિકાસ માટે ફંડ આપવામાં આવશે
મહિલાઓ અને છોકરીઓને લાભ આપતી યોજનાઓ માટે 3 લાખ કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકની 100 થી વધુ શાખાઓ ઉત્તર-પૂર્વ ક્ષેત્રમાં સ્થાપિત કરવામાં આવશે. રાષ્ટ્રની ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે પોલાવરમ સિંચાઈ યોજના પૂર્ણ કરવામાં આવશે. વિશાખાપટ્ટનમ-ચેન્નઈ ઈન્ડસ્ટ્રીયલ કોરિડોરમાં કોપર્થી વિસ્તાર અને હૈદરાબાદ-બેંગલુરુ ઈન્ડસ્ટ્રીયલ કોરિડોરમાં ઓરવાકલ વિસ્તારના વિકાસ માટે ફંડ આપવામાં આવશે.

30 લાખ યુવાનોને પ્રોત્સાહિત કરશે
લોકસભામાં 2024-25 માટે કેન્દ્રીય બજેટ રજૂ કરતી વખતે, નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે સરકાર એક મહિનાનું PF (પ્રોવિડન્ટ ફંડ) યોગદાન આપીને નોકરીના બજારમાં પ્રવેશતા 30 લાખ યુવાનોને પ્રોત્સાહિત કરશે. નાણાપ્રધાને જણાવ્યું હતું કે સરકાર ખાનગી ક્ષેત્ર, ક્ષેત્રના નિષ્ણાતો અને અન્ય લોકોને આબોહવાને અનુકૂળ બીજ વિકસાવવા માટે ભંડોળ પૂરું પાડશે.

સરકારે કોઈ પણ સરકારી યોજનાઓનો લાભ ન મેળવી શકતા યુવાનો માટે ઉચ્ચ શિક્ષણ માટે 10 લાખ રૂપિયાની લોન આપવાની જાહેરાત, આ માટે દર વર્ષે એક લાખ વિદ્યાર્થીઓને ઈ-વાઉચર આપવામાં આવશે