અમદાવાદમાં PM મોદીએ 4 દિવસ અગાઉં શરુ કરાવેલી ટ્રેન સાથે ભેંસ અથડાતા એન્જીનના આગળના ભાગનો ભૂકો બોલી ગયો

વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન(Vande Bharat Express): ગુરુવારે અકસ્માતનો ભોગ બનવાથી બચી ગઈ હતી. મુંબઈ સેન્ટ્રલ અને ગાંધીનગર વચ્ચે ચાલતી આ ટ્રેન ગુરુવારે સવારે 11.15 વાગ્યે વટવા સ્ટેશન નજીક પહોંચી ત્યારે તેની સામે ભેંસ આવી જતા અકસ્માત સર્જાયો હતો. જેના કારણે ટ્રેનના એન્જીનનો આગળનો ભાગ ક્ષતિગ્રસ્ત થયો હતો, જોકે કોઈ જાન-માલનું નુકસાન થયું ન હતું. એન્જિનને થયેલ નુકસાન બાદમાં રિપેર કરવામાં આવ્યું હતું. અડધા કલાક પછી ટ્રેન સમયસર ગાંધીનગરથી મુંબઈ સેન્ટ્રલ માટે રવાના થઈ હતી.

1 ઓક્ટોબરથી દોડશે ટ્રેન
પશ્ચિમ રેલવેએ આ ટ્રેન દ્વારા મુસાફરીનો સમય ઘટાડી દીધો છે. હવે મુંબઈ સેન્ટ્રલ અને ગાંધીનગર વચ્ચેનું અંતર કાપવામાં હજુ પાંચ મિનિટ ઓછો સમય લાગશે. એટલું જ નહીં આ ટ્રેન ગાંધીનગરથી 20 મિનિટ પહેલાં મુંબઈ સેન્ટ્રલ પહોંચશે. જણાવી દઈએ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 30 સપ્ટેમ્બરે ગાંધી નગરમાં આ ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી. જોકે, ટ્રેન પહેલી વખત 1 ઓક્ટોબરે મુસાફરો સાથે રવાના થઈ હતી. ટ્રેનના આવવા અને જવાના સમયમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. આ ટ્રેન મુંબઈ સેન્ટ્રલથી સવારે 6.10 વાગ્યે અને ગાંધી નગરથી બપોરે 2:05 વાગ્યે ઉપડે છે.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન અથડામણ ટાળવાની સિસ્ટમ, કવચ સહિત અત્યાધુનિક સુરક્ષા સુવિધાઓથી સજ્જ છે. બધા વર્ગોમાં આરામની બેઠકો છે. એક્ઝિક્યુટિવ કોચમાં 180 ડિગ્રી રોટેટેબલ સીટોની વધારાની સુવિધા છે. દરેક કોચમાં 32 ઇંચની સ્ક્રીન હશે, જે મુસાફરોને માહિતી પૂરી પાડે છે. આ ટ્રેન ખાસ કરીને મુસાફરોને આધુનિક સુવિધાઓ પૂરી પાડવા માટે બનાવવામાં આવી છે.

ટ્રેનમાં અલગ થી કોઈ એન્જિન નથી
વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનમાં અલગ એન્જિન નથી. આ ટ્રેનમાં 16 કોચ છે, જેમાં ઓટોમેટિક દરવાજા છે. દરવાજા બંધ થયા પછી જ ટ્રેન સ્ટેશનથી નીકળે છે. ટ્રેનના તમામ કોચ વાતાનુકૂલિત છે. તેની ખુરશીઓ 180 ડિગ્રી સુધી ફરી શકે છે. વંદે ભારતની સૌથી મોટી વિશેષતા એ છે કે, આ ટ્રેન ભારતમાં બનેલી છે એટલે કે સંપૂર્ણ સ્વદેશી. આ ટ્રેન 200 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *