ગુજરાત(Gujarat): જો વાત કરવામાં આવે તો રાજ્યમાં અવારનવાર આપઘાતની ઘટના સામે આવતી રહેતી હોય છે. ત્યારે હવે જાણીતા બિલ્ડરની પત્નીએ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામ્યો છે. ક્યાં કારણોસર આ પ્રકારનું ગંભીર પગલું ભર્યું તે અંગે હજુ સ્પષ્ટ થયું નથી. મળતી માહિતી અનુસાર, વડોદરા(Vadodara)ના માંજલપુર(Manjalpur) રહેતા જાણીતા બિલ્ડર રોહિત પટેલ (Builder Rohit Patel)ની પત્ની અને સ્કૂલની સંચાલિકા મીતાબેન પટેલે ફાંસો ખાઇ આપઘાત કરતા પોલીસ દ્વારા તેમનો મૃતદેહ SSGમાં ખસેડવામાં આવ્યો હતો અને વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.
મહત્વનું છે કે, પરિવારજનોના પોલીસને આપેલા નિવેદન અનુસાર મિતાબેન ઘણા સમયથી ડિપ્રેશનથી પીડાતા હતા. જો કે પોલીસ મિતાબેનના ફોનના કોલ રેકોર્ડની તપાસ કરશે તેમ જણાવતા કહ્યું છે. વાત કરવામાં આવે તો માંજલુપરની ગોકુલધામ સોસાયટીમાં રહેતા બિલ્ડર રોહિત પટેલના પત્ની મીતાબેન પટેલનો ગુરુવારના રોજ મોડી સાંજે તેમના મીત બંગ્લોમાં પંખે લટકતો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, પુત્ર રોમિલે દ્વારા માતાને સ્ટોરરૂમમાં પંખા ઉપર લટકતા જોઈ પોલીસને જાણ કરવામાં આવી હતી. શુક્રવારના રોજ પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહ સોંપવામાં આવતા અંતિમવિધિ કરવામાં આવી હતી. મહત્વનું છે કે, ઘર પાસે પંચશીલ શાળાનું સંચાલન કરતા મીતાબેન બહોળું મિત્ર મંડળ ધરાવતા હતા અને ભાઈ વિદેશમાં રહેતો હોવાથી માતાને સાથે રાખતા હતા.
પોલીસ દ્વારા એમના પતિ રોહિત પટેલ, પુત્ર રોમીલ, પુત્રી વૃંદા અને મિતાબેનના માતાનું નિવેદન લેવામાં આવ્યુ હતું. જેમાં દરેકે એક જ ડિપ્રેશનની વાત કરી હતી. મોતનું પ્રાથમિક કારણ ફાંસો ખાવાથી થયાનું તબીબો દ્વારા જણાવ્યું છે. જ્યારે વિસેરા એફએસએલમાં મોકલી પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.