પહેલા વરસાદમાં જ ઠેર ઠેર ભરાયા પાણી- નડિયાદમાં ગરનાળામાં કોલેજ બસ ફસાતાં વિદ્યાર્થીઓને બારીમાંથી બહાર કઢાયા

College bus stuck in rain water in Nadiad: ચક્રવાતી તોફાન બિપરજોય બાદ ગુજરાતમાં પ્રિ-મોન્સુન એક્ટિવિટી શરૂ થઈ ગઈ છે. શુક્રવાર રાતથી મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ જિલ્લાના અનેક શહેરોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. આ સાથે જ પંચમહાલ જિલ્લાના નડિયાદમાં પણ વહેલી સવારથી મુશળધાર વરસાદ શરૂ થયો હતો. જેના કારણે શ્રેયસ અંડરબ્રિજમાં પાણી ભરાઈ ગયા હતા. આમ છતાં કોલેજ બસના ડ્રાઈવરે જવાનો પ્રયાસ કર્યો અને બસ ત્યાં જ ફસાઈ(College bus stuck in rain water in Nadiad) ગઈ. સ્થાનિક લોકોએ વિદ્યાર્થીઓને બારીઓમાંથી બહાર કાઢ્યા હતા. આ પછી વિદ્યાર્થીઓ અન્ય વાહનોમાં કોલેજ પહોંચ્યા હતા.

ગોધરા શહેરમાં 4 ઈંચ વરસાદ
પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં આજે સવારે માત્ર બે કલાકમાં જ 4 ઈંચ વરસાદ નોંધાયો હતો. જેના કારણે અંકલેશ્વર મહાદેવ, લાલબાગ બસ સ્ટેન્ડ, ભુરાવવ વિસ્તાર, શહેરા ભાગોલ, સિંધુરી માતા મંદિર, આદ્ય મહેશ્વરી સમાજ, સિંધી ચાલી ખાડી પાલિયા, ચિત્રખાડી સહિતના નીચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણ સુધી પાણી ભરાઈ ગયા હતા.

કેટલાક વિસ્તારોમાં ગટરની લાઈનો બ્લોક થવાના કારણે નીચાણવાળા વિસ્તારોમાં ગંદુ પાણી ઘરો અને દુકાનોમાં ઘુસી ગયા હતા. જેના કારણે વાહનચાલકો અને મુસાફરોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. જો કે વરસાદના કારણે લોકોને ગરમીમાંથી રાહત મળી છે.

પંચમહાલ જિલ્લાના ગોધરા, હાલોલ, કાલોલ, ઘોઘંબા અને જાંબુઘોડામાં ભારે વરસાદ ચાલુ રહ્યો હતો. જેના કારણે આ શહેરોના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. ભારે વરસાદને કારણે ઘણી શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. માર્ગો પર પાણી ભરાવાના કારણે વાહન ચાલકોને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

ગુજરાતમાં ચોમાસુ પહોંચે તેવી શક્યતા
હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે ગુજરાતમાં ચોમાસું ત્રણ-ચાર દિવસમાં પહોંચે તેવી શક્યતા વ્યક્ત કરી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ વખતે 8 જૂન પછી ચોમાસું દેશના પશ્ચિમ કિનારે થોડું આગળ વધ્યું હતું અને 11મી સુધી કર્ણાટકમાં રોકાઈ ગયું હતું. પરંતુ બંગાળની ખાડીમાં ભારે પ્રવાહને કારણે તે ટૂંક સમયમાં ગુજરાત પહોંચે તેવી શક્યતા છે.

આગામી 5 દિવસમાં સામાન્ય વરસાદ
ગુજરાતમાં ચોમાસું ક્યારે આવશે તે અંગે હજુ સુધી હવામાન વિભાગે સ્પષ્ટતા કરી નથી. પરંતુ, ડાંગ, તાપી, છોટા ઉદેપુર, નર્મદા, પંચમહાલ, સુરત, નવસારી, વલસાડ, ગીર સોમનાથ, જૂનાગઢમાં આગામી 5 દિવસમાં સામાન્ય વરસાદની સંભાવના વ્યક્ત કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *